રાહુલ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ, માધવી બુચ ઉપર પણ કર્યા આક્ષેપ
કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત સીબીઆઈ ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ મામલામાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી બનાવ્યાના સમયથી તેમાં સામેલ હતા.મહત્વનું છે કે આ મામલામાં પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરવાની સાથે જ પોતાની તપાસ પૂરી કરતા સીબીઆઇએ આરોપ લગાવ્યો કે કેજરીવાલે પહેલેથી જ “ખાનગીકરણ” કરવાનું વિચારી રાખ્યું હતું,
પરંતુ ભ્રષ્ટાચારના આક્ષેપો સપાટી પર આવ્યા બાદ વિચાર પડતો મુકાયોમાર્ચ 2021 ના મહિનામાં તેમની પાર્ટી AAP માટે નાણાકીય સમર્થન માંગ્યું, જ્યારે સહ-આરોપી મનીષ સિસોદિયાના નેતૃત્વ હેઠળના GoM દ્વારા નીતિ ઘડવામાં આવી રહી હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે તેના નજીકના સહયોગી અને આરોપી વિજય નાયર મીડિયા અને કમ્યુનિકેશન ઈન્ચાર્જ દિલ્હી એક્સાઈઝ બિઝનેસના વિવિધ હિતધારકોનો સંપર્ક કરી રહ્યા હતા. તેઓ અનુકૂળ એક્સાઇઝ પોલિસીના બદલામાં તેમની પાસેથી ગેરકાયદેસર લાંચની માંગણી કરતા હતા.
— કેજરીવાલના જામીન પર નિર્ણય સુરક્ષિત :- ગયા ગુરુવારે, સુપ્રીમ કોર્ટે કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત CBI ભ્રષ્ટાચાર કેસમાં જામીન માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે દિલ્હીના સીએમની જામીન અરજી પર સુનાવણી કરી હતી. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલનો પક્ષ રજૂ કર્યો હતો.