Breaking News :

મહેસાણા,અમદાવાદ અને મોરબીમાં રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા

મહારાષ્ટ્રમાં બસ પલટી જતાં 10નાં મોત, અનેક ઘાયલ

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓના હુમલામાં સેનાના 12 જવાનોના મોત

Spread the love

પાડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર આતંકવાદી હુમલાનો શિકાર બન્યું છે. આ વખતે આતંકવાદીઓના આ હુમલાએ પાકિસ્તાનની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. હકીકતમાં, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, એક આત્મઘાતી બોમ્બરે મલિકેલ વિસ્તારમાં એક સંયુક્ત ચોકી પર વિસ્ફોટકોથી ભરેલા વાહનને ટક્કર મારી હતી. આ હુમલામાં પાકિસ્તાની સેનાના લગભગ 12 સૈનિકો માર્યા ગયા, જ્યારે ઘણા ઘાયલ થયા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ કેટલાક જવાનોના માથા પણ લઈ ગયા છે. જોકે, સેનાએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ અનુસાર, “આતંકવાદીઓએ મંગળવારે મોડી રાત્રે બન્નુ જિલ્લાના મલિકેલ વિસ્તારમાં સંયુક્ત ચોકીમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સૈનિકોએ અસરકારક રીતે તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમ્યાન સેના દ્વારા કરાયેલા ગોળીબારમાં છ આતંકીઓ માર્યા ગયા હતા.

-> વિસ્ફોટના કારણે પોસ્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી :- જણાવવામાં આવી રહ્યું છે કે આ આત્મઘાતી બ્લાસ્ટને કારણે પોસ્ટની દિવાલનો એક ભાગ પડી ગયો હતો અને આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું. આ હુમલામાં 10 સુરક્ષા દળો અને બે ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના જવાનો સહિત 12 જવાનો શહીદ થયા છે.

-> પાકિસ્તાની તાલિબાનના આ જૂથે જવાબદારી લીધી :- એપીના અહેવાલ મુજબ, હાફિઝ ગુલ બહાદુર જૂથ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુમલા બાદ પાકિસ્તાની સેનાનું કહેવું છે કે આ વિસ્તારમાં ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.

-> છેલ્લા કેટલાક દિવસોમાં હુમલામાં વધારો થયો છે :- બલૂચિસ્તાન અને ખૈબર-પખ્તુનખ્વામાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસક ઘટનાઓમાં વધારો થયો છે. આ મહિનાની શરૂઆતમાં 9 નવેમ્બરે ક્વેટાના રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં 14 પાકિસ્તાની સૈનિકો સહિત 25 લોકો માર્યા ગયા હતા.


Spread the love

Read Previous

નિજ્જરની હત્યાને લઇને કેનેડિયન સરકારનો વધુ એક આરોપ, ભારતે આપ્યો વળતો જવાબ

Read Next

પાકિસ્તાનથી આવતા ભીખારીઓને લઇને સાઉદી અરેબિયા પરેશાન,પાકિસ્તાને આપી આ ખાતરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram