ડ્રગ્સ, મેગા લેન્ડ ડીલ : ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર સાથે ₹1 કરોડની છેતરપિંડી
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર પ્રહારો કર્યા છે. અમેરિકામાં લાંચ કૌભાંડને લઈને વિવાદોમાં ફસાયેલા ગૌતમ અદાણી વિશે રાહુલે કહ્યું કે અમેરિકન એજન્સીએ તેમને રંગે હાથ પકડ્યા છે, પરંતુ ભારતમાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમની ધરપકડ થવી જોઈએ.
-> રાહુલ ગાંધીએ પીએમ મોદી પર અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો :- રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ચૂપ બેસીશું નહીં. સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવીશું. અમે એ પણ જાણીએ છીએ કે ભાજપ સરકાર અદાણીને બચાવશે. અમેરિકન તપાસ એજન્સીએ કહ્યું છે કે અદાણીએ 2 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, તેમ છતાં તેની ધરપકડ કરવામાં આવી રહી નથી. રાહુલે સવાલ કર્યો કે અદાણી જેલની બહાર કેમ છે? અદાણીની ધરપકડ થવી જોઈએ.
-> માધવી બુચ પર પણ સવાલો ઉઠાવ્યા :- અદાણીની સાથે રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં માધવી બુચનું નામ પણ લીધું હતું. તેમણે માધવી બુચ પર અનેક આક્ષેપો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે માધવી બુચને પદ પરથી હટાવવા જોઈએ. તે અદાણીને બચાવી રહી છે. તેઓએ તેના કેસની યોગ્ય તપાસ કરી ન હતી. માધવી બુચની પણ તપાસ થવી જોઈએ, તેના હિત અદાણીની કંપની સાથે જોડાયેલા છે.
-> ‘મોદી-અદાણી એક હોય તો સલામત’ :- રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં સુધી પીએમ નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી એક છે ત્યાં સુધી તેઓ સુરક્ષિત છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે જાણીએ છીએ કે સરકાર અદાણી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે, કારણ કે જો અદાણી અંદર જશે તો પીએમ મોદી પણ જશે. ભાજપનું ફંડિંગ અદાણી સાથે જોડાયેલું છે.