સાઉદી અરેબિયા તેને ત્યાં પાકિસ્તાની ભિખારીઓની વધતી વસ્તીથી પરેશાન છે. રિયાદે પાકિસ્તાની ભિખારીઓને લઇને નારાજગી વ્યક્ત કરી છે, સાઉદીની નારાજગી બાદ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે તેમને ખાતરી આપી છે કે પાકિસ્તાનથી ભિખારીઓને સાઉદી અરેબિયા મોકલનારા નેટવર્કને ખતમ કરવા માટે પાકિસ્તાન અસરકારક પગલાં લેશે.સાઉદી અરેબિયાના નાયબ ગૃહ પ્રધાન નાસિર્ક બિન અબ્દુલ અઝીઝ અલ-દાઉદ અને પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશોના મંત્રીઓએ ભિખારી ગેંગ અંગે ચર્ચા કરી હતી અને તેને ખતમ કરવા માટેના પગલાં અંગે પણ વિચારણા કરી હતી.પાકિસ્તાન દ્વારા ભિખારીઓના નેટવર્કને તોડવાના પ્રયાસો અંગે વાત કરતા પાકિસ્તાનના ગૃહમંત્રીએ સાઉદી નાયબ મંત્રીને કહ્યું કે, ‘ઈસ્લામાબાદ આ મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે.પાકિસ્તાને 4300 લોકોને એકઝિટ કંટ્રોલ લિસ્ટમાં રાખ્યા છે..આ લિસ્ટમાં રાખવામાં આવેલા લોકોના વિદેશ જવા પર રોક લગાવવામાં આવી છે.
-> પાકિસ્તાનીઓ સાઉદી અરેબિયા જઈને હજ અને ઉમરાહના નામે ભીખ માંગે છે :- હકીકતમાં હજ અને ઉમરાહના નામે સાઉદી અરેબિયા જતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા વધી રહી છે. જેને લઈને સાઉદી અરેબિયાએ તાજેતરમાં નારાજગી વ્યક્ત કરી હતી. સાઉદી અધિકારીઓએ પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયને આ વિઝાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયા આવતા ભિખારીઓ સામે પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી.
-> સાઉદીએ નારાજગી વ્યક્ત કરી અને પાકિસ્તાને કાર્યવાહી કરી :- સાઉદી અરેબિયાની કડક ચેતવણી બાદ હવે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે તેનો ગુસ્સો ઓછો કરવા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. શાહબાઝ સરકારના મંત્રી મોહસિન નકવીએ સાઉદી અરેબિયાના નાયબ ગૃહ મંત્રીને આ માહિતી આપી હતી. પાકિસ્તાની મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન સરકાર ભિખારી માફિયાઓને રોકવા માટે દેશવ્યાપી કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે ભિખારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.