શિવાજી પ્રતિમા ધરાશાયી કેસમાં હાઈકોર્ટે કન્સલ્ટન્ટને જામીન આપ્યા
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો લાંબા સમયથી તંગ છે. કેનેડાની સરકાર અને ત્યાંનું મીડિયા, જે ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે, તે હજુ પણ અટકી રહ્યું નથી. જસ્ટિન ટ્રુડોના કેનેડિયન મીડિયાએ ભારત સરકાર વિરુદ્ધ એક નવું ષડયંત્ર રચ્યું છે. કેનેડાના એક અખબારમાં બુધવારે પ્રકાશિત થયેલા અહેવાલને ભારત સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કાવતરા વિશે જાણતા હતા.
-> ભારતીય વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયા આપી છે :- ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને મીડિયાના આવા અહેવાલોને હાસ્યાસ્પદ ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે કહ્યું, “અમે સામાન્ય રીતે મીડિયા રિપોર્ટ્સ પર ટિપ્પણી કરતા નથી. “જો કે, કેનેડિયન સરકારના સ્ત્રોત દ્વારા અખબારને કથિત રીતે આપવામાં આવેલા આવા હાસ્યાસ્પદ નિવેદનોને એટલાજ તિરસ્કાર સાથે ફગાવી દેવા જોઇએ જેટલા તિરસ્કારના તે હકદાર છે.”આવા બદનક્ષીભર્યા અભિયાનો આપણા પહેલાથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે,” તેવુ તેમણે કહ્યું.
-> કેનેડિયન મીડિયાના નવા અહેવાલમાં શું છપાયું છે? :- હકીકતમાં, કેનેડાના એક અખબારમાં છપાયેલા અહેવાલમાં, એક અજાણ્યા કેનેડિયન રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કેનેડામાં કથિત ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ષડયંત્રથી વાકેફ હતા. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ માહિતી આપવામાં આવી હતી. જોકે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડા પાસે આ દાવાને સમર્થન આપવા માટે વડાપ્રધાન મોદી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી.કેનેડિયન અધિકારીએ કહ્યું, “કેનેડા પાસે એવા કોઈ નક્કર પુરાવા નથી કે વડાપ્રધાન મોદી પાસે આ કથિત ઘટના વિશે માહિતી હતી.” તે અકલ્પનીય છે કે ભારતના ત્રણ વરિષ્ઠ રાજકીય વ્યક્તિઓએ આ મામલે આગળ વધતા પહેલા તેમના વડા પ્રધાન સાથે આવી લક્ષિત હત્યાઓની ચર્ચા કરી ન હોય.
-> કેનેડા આ પહેલા પણ ભારત પર આવા આરોપો લગાવી ચુક્યું છે :- આ પહેલીવાર નથી જ્યારે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર આરોપો લગાવ્યા હોય. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પહેલા જ ભારત પર આનો આરોપ લગાવી ચૂક્યા છે. જેના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે.