ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી ‘ધ સાબરમતી રિપોર્ટ’, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
બુલેટિન ઈન્ડિયા સોમનાથ : ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિર 21 નવેમ્બર, ગુરુવારથી ત્રણ દિવસ માટે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૩ માં ચિંતન શિબિરની શ્રેણી શરૂ કરી હતી, જેથી વહીવટને નવી દિશા મળે અને સરકારી કામગીરીમાં કાર્ય સંસ્કૃતિમાં સુધારો થાય.આ પરંપરાને આગળ વધારતા 11મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, વિભાગોના વડાઓ.
જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય ભાગીદારી જોવા મળશે.આ 11મી ચિંતન શિબિર દરમિયાન સમૂહ ચર્ચા અને મનોમંથન માટે જે વિષયો પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સંતૃપ્તિનો અભિગમ અને પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકાનો સમાવેશ થાય છે.
શિબિરના દરેક દિવસની શરૂઆત જૂથ યોગ સત્રથી થશે. આ ઉપરાંત, સેવાઓમાં સુધારો કરવા માટે ડીપ ટેકનો ઉપયોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ જેવા સંબંધિત વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શિત વાટાઘાટો કરવામાં આવશે.આ ત્રિદિવસીય શિબિરના સમાપન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રેષ્ઠ જિલ્લા કલેકટર અને બેસ્ટ ડીડીઓને એવોર્ડ પણ અર્પણ કરશે.