ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી ‘ધ સાબરમતી રિપોર્ટ’, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
બુલેટીન ઇન્ભડિયા ભરૂચ : કરજણ તાલુકાના સબ ડિવિઝન કરજણ-2માં ક્લાસ-2ના અધિકારી એમજીવીસીએલના જુનિયર એન્જિનિયરને ગુજરાતના એન્ટી કરપ્શન બ્યૂરોએ આજે 10 હજાર રૂપિયાની લાંચના કેસમાં ઝડપી પાડ્યો હતો.
આ કેસમાં ફરિયાદીએ કરજણ તાલુકાના એક ગામમાં પોતાની ખેતીની જમીન પર નવા વીજ કનેક્શન માટે અરજી કરી હતી અને અરજી અને ફી એમજીવીસીએલ સબ ડિવિઝન કરજણ-૨માં રજૂ કરી હતી. જો કે કનેક્શન ન મળતાં તેમણે નવું વીજ જોડાણ આપવા માટે રૂ.10 હજારની લાંચ માગતા આરોપી જૈમિતકુમાર પટેલનો સંપર્ક કર્યો હતો.
લાંચ આપવા તૈયાર ન થતાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદના આધારે કાર્યવાહી કરતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જે દરમિયાન લાંચ લેતા આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. દેશગુજરા