Breaking News :

ભારત અને ઓસ્ટ્રેલિયાએ લશ્કરી વિમાનોના એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ડ્રગ્સ, મેગા લેન્ડ ડીલ : ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર સાથે ₹1 કરોડની છેતરપિંડી

કોર્ટના ઝટકા બાદ રાજસ્થાને દિલ્હીમાં આઇકોનિક બીકાનેર હાઉસને બચાવવાનું પગલું ભર્યું

“પાયાવિહોણા અને નામંજૂર”: અમેરિકન સરકારના વિભાગના અહેવાલ પર અદાણી જૂથ

દિલ્હી ચૂંટણી માટે AAPની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર

રાહુલ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ, માધવી બુચ ઉપર પણ કર્યા આક્ષેપ

મહારાષ્ટ્રમાં વધારે મતદાનને લઇને ભાજપ ઉત્સાહિત, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું મહાયુતિને મળશે જનતાના આશિર્વાદ

પાકિસ્તાનથી આવતા ભીખારીઓને લઇને સાઉદી અરેબિયા પરેશાન,પાકિસ્તાને આપી આ ખાતરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓના હુમલામાં સેનાના 12 જવાનોના મોત

નિજ્જરની હત્યાને લઇને કેનેડિયન સરકારનો વધુ એક આરોપ, ભારતે આપ્યો વળતો જવાબ

હવે સાબિત થઇ ગયું કે સમગ્ર આંદોલનમાં કોંગ્રેસ સામેલ હતીઃ બ્રિજભૂષણ શરણ સિંહ

Spread the love

WFIના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી નેતા બ્રિજભૂષણ શરણ સિંહે ગોંડામાં ભારતીય કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવા પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જ્યારે 18 જાન્યુઆરી, 2023ના રોજ જંતર-મંતર પર વિરોધ શરૂ થયો ત્યારે મેં પહેલા દિવસે કહ્યું હતું કે આ ખેલાડીઓનું આંદોલન નથી, તેની પાછળ કોંગ્રેસ છે. ખાસ કરીને ભૂપેન્દ્ર હુડ્ડા, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી.

— આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ હતો તે સાબિત થયુઃબ્રિજભૂષણ શરણ સિંહ :- તેમણે કહ્યું કે આજે એ વાત સાચી સાબિત થઈ છે કે આ સમગ્ર આંદોલનમાં કોંગ્રેસ સામેલ હતી જે અમારી વિરુદ્ધ ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હતી અને તેનું નેતૃત્વ ભૂપેન્દ્ર હુડ્ડાએ કર્યું હતું. હું હરિયાણાના લોકોને કહેવા માંગુ છું કે ભૂપેન્દ્ર હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા, બજરંગ કે વિનેશ, આ લોકો છોકરીઓના સન્માન માટે હડતાળ પર બેઠા ન હતા.જેના કારણે હરિયાણાની દીકરીઓને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. અમે આના માટે જવાબદાર નથી, ભૂપેન્દ્ર હુડ્ડા અને દીપેન્દ્ર હુડ્ડા અને આ વિરોધીઓ આ માટે જવાબદાર છે. જે દિવસે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે ઘટનાના દિવસે હું દિલ્હીમાં હાજર ન હતો તે સાબિત થઈ જશે તે દિવસે તેઓ શું જવાબ આપશે? રાજકારણ માટે દીકરીઓનો ઉપયોગ કર્યો, દીકરીઓને બદનામ કરી. તેઓ દીકરીઓના સન્માન માટે નથી લડી રહ્યા, તેઓ રાજકારણ માટે લડી રહ્યા હતા.

— આ લોકોએ અઢી વર્ષ સુધી કુસ્તીની પ્રવૃતિઓ બંધ કરી દીધીઃ બ્રિજભૂષણ શરણ સિંહ :- WFIના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે “હરિયાણા રમતગમતના ક્ષેત્રમાં ભારતનું શિખર છે. આ લોકોએ લગભગ 2.5 વર્ષ સુધી કુસ્તીની પ્રવૃત્તિઓ બંધ કરી દીધી..શું તે સાચું નથી કે બજરંગ એશિયન ગેમ્સમાં વગર ટ્રાયલે ગયા હતા.. “
“હું કુસ્તીમાં નિષ્ણાતોને પૂછવા માંગુ છું, હું વિનેશ ફોગાટને પૂછવા માંગુ છું, શું કોઈ ખેલાડી એક દિવસમાં બે વજન કેટેગરીમાં ટ્રાયલ આપી શકે છે? શું વજન માપ્યા પછી 5 કલાક સુધી ટ્રાયલ અટકાવી શકાય છે? તમે ત્યાં છેતરપિંડી કરવા માટે ગયા હતા, તેના માટે ભગવાને તમને સજા કરી છે.”તેમણે વધુમાં કહ્યું કે, “દીકરીઓનું અપમાન કરવા માટે હું દોષિત નથી. દીકરીઓના અપમાન માટે જો કોઈ દોષિત હોય તો તે બજરંગ અને વિનેશ છે. આ માટે સ્ક્રિપ્ટ લખનાર ભૂપેન્દ્ર હુડ્ડા જવાબદાર છે.


Spread the love

Read Previous

CBI દ્વારા દાખલ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટમાં આરોપ, શરાબનીતિમાં બદલાવ કેજરીવાલના ઇશારે

Read Next

જુલાના બેઠક પર વિનેશ ફોગાટ સામે ભાજપ કોને મેદાનમાં ઉતારશે, ચર્ચાઓ તેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram