Breaking News :

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

શિવાજી પ્રતિમા ધરાશાયી કેસમાં હાઈકોર્ટે કન્સલ્ટન્ટને જામીન આપ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયાએ લશ્કરી વિમાનોના એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ડ્રગ્સ, મેગા લેન્ડ ડીલ : ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર સાથે ₹1 કરોડની છેતરપિંડી

કોર્ટના ઝટકા બાદ રાજસ્થાને દિલ્હીમાં આઇકોનિક બીકાનેર હાઉસને બચાવવાનું પગલું ભર્યું

“પાયાવિહોણા અને નામંજૂર”: અમેરિકન સરકારના વિભાગના અહેવાલ પર અદાણી જૂથ

દિલ્હી ચૂંટણી માટે AAPની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર

રાહુલ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ, માધવી બુચ ઉપર પણ કર્યા આક્ષેપ

જુલાના બેઠક પર વિનેશ ફોગાટ સામે ભાજપ કોને મેદાનમાં ઉતારશે, ચર્ચાઓ તેજ

Spread the love

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે કુસ્તીબાજ વિનેશ ફોગાટને જીંદના જુલાના વિધાનસભા ક્ષેત્રમાંથી મેદાનમાં ઉતાર્યા છે. ઓલિમ્પિયન ચૂંટણી મેદાનમાં ઉતરતા જ જુલાના વિધાનસભાની હરીફાઈ વધુ રસપ્રદ બનશે. 2019ની ચૂંટણીમાં જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા અમરજીત ધાંડાએ ભાજપના ઉમેદવારને 24193 મતોથી હરાવ્યા હતા.

જુલાના વિધાનસભાથી વિનેશ ફોગાટને ટિકિટ આપીને કોંગ્રેસ વધુ મજબૂત થતી જોવા મળી રહી છે. વિનેશ ફોગાટ રવિવાર (8 સપ્ટેમ્બર)થી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરશે અને તેના સાસરે બખ્તા ખેડા ખાતે પંચાયતને સંબોધશે. આટલું જ નહીં, વિનેશ ફોગટના સસરા રાજપાલ રાઠી પણ પોતાની પુત્રવધૂના પ્રચાર માટે વિસ્તારના પ્રવાસે ગયા છે અને ગામડે-ગામડે જઈને મત એકત્રિત કરી રહ્યા છે. તેઓ ખાપ સમુદાયના નેતાઓને પણ મળ્યા હતા. વિનેશ ફોગટના બે ભાઈઓ હરવિંદર અને બલાલી અને અન્ય સંબંધીઓ પણ ચૂંટણીની તૈયારી માટે જુલાના વિધાનસભા પહોંચશે.

— ભાજપ કોને આપી શકે ટિકિટ? :- ભાજપે પ્રથમ ચૂંટણી યાદી જાહેર કરી છે, પરંતુ હજુ સુધી જુલાનામાંથી ઉમેદવાર કોણ હશે તેની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપ આ સીટ પર બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપે તેવી ચર્ચા છે.. આ મતવિસ્તારમાં 50 ટકા વસ્તી જાટ મતદારોની છે. આગામી યાદી અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આગામી યાદી જાહેર કરશે.

— બંડોલીએ કહ્યું કે ભાજપ ખેલાડીઓ પર રાજનીતિ નથી કરતું :- વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવા અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી કહે છે કે તેઓ આપણા દેશના ખેલાડી છે અને ખેલાડીઓ આપણા દેશનું ગૌરવ છે. અમે તેમના પર રાજકારણ નથી કરતા.


Spread the love

Read Previous

હવે સાબિત થઇ ગયું કે સમગ્ર આંદોલનમાં કોંગ્રેસ સામેલ હતીઃ બ્રિજભૂષણ શરણ સિંહ

Read Next

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે Byju સામે 850 કરોડ રૂપિયાના બાકી ટેક્સનો દાવો કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram