Breaking News :

“એક પક્ષ એક રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ”: ભાજપની જીત પર ઉદ્ધવ ઠાકરે

હેમંત સોરેને NDA માટે ઝારખંડનો દરવાજો બંધ કર્યો, વિજય ભાષણમાં શું કહ્યું

નવી ચૂંટાયેલી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષનો નેતા ન હોઈ શકે

“આ રાજકુમારની લડાઈ નહોતી”: માહિમની હાર બાદ રાજ ઠાકરેનો પુત્ર

થલતેજ ગામ મેટ્રો સ્ટેશન તૈયાર; ડિસેમ્બર 2024માં ખુલવાની સંભાવના

પ્રદુષણનો સામનો કરવા દિલ્હી સરકારે કરી કૃત્રિમ વરસાદની માંગ, CPCBએ કહ્યું શક્ય નથી

મસ્કની સલાહને અવગણી ટ્રમ્પે લેબર ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરવા લોરી ચાવેઝ ડર્મરને પસંદ કર્યા

અમેરિકામાં બનેલા ભારતીય-અમેરિકનોના અલ્પસંખ્ચક સંગઠને પીએમ મોદીને આપ્યો વૈશ્વિક શાંતિ પુરસ્કાર

વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતોથી જીત

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધનને બહુમત, સંજય રાઉતે પરિણામો પર ઉઠાવ્યા સવાલ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કસાઇ શકે છે EDનો સકંજો, આ મામલે ટુંક સમયમાં શરૂ થઇ શકે છે તપાસ

Spread the love

કર્ણાટકના બહુચર્ચિત મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MUDA કૌભાંડ મામલામાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમની વિરુદ્ધ PMLA હેઠળ કેસ નોંધી શકે છે. ગયા અઠવાડિયે, કર્ણાટક લોકાયુક્તે કર્ણાટકના સીએમ અને અન્યો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સ્પેશિયલ કોર્ટે પણ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.એવો આરોપ છે કે કર્ણાટકના સીએમની પત્નીને તમામ નિયમોની અવગણના કરીને 2011માં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કથિત રીતે 14 હાઉસિંગ સાઇટ્સ આપવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં ED મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ કરી શકે છે.

-> સિદ્ધારમૈયાએ શું કહ્યું? :- આ બાબતે પ્રતિક્રિયા આપતાં સીએમ સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, મુડા કેસ કાયદા મુજબ લડવામાં આવશે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે જનતાના સમર્થનથી ડરેલા વિપક્ષે મારી સામે રાજકીય રીતે પ્રેરિત કેસ દાખલ કર્યો છે. ન્યાય મારા પક્ષે છે, હું કાયદાકીય રીતે આરોપોનો સામનો કરીશ અને જીતીશ.તેમણે આગળ લખ્યું, છેલ્લી ચૂંટણીમાં અમારી સરકારને લોકોના આશીર્વાદ મળ્યા હતા અને તે મુજબ અમે સારી રીતે શાસન કરી રહ્યા છીએ. આ પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યનો વિકાસ કરવાનો જનતાનો આદેશ છે. , જો આમાં દખલગીરી કરવામાં આવશે તો અમારે અનિવાર્યપણે વિરોધ કરવો પડશે.

-> શું છે સમગ્ર મામલો? :- કર્ણાટકમાં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) એ 2009માં એવા લોકો માટે એક યોજના લાગુ કરી હતી જેમણે વિકાસ પ્રોજેક્ટ્સ દરમિયાન તેમની જમીન ગુમાવી હતી. આ યોજના હેઠળ, જમીન ગુમાવનારા લોકોને 50 ટકા વિકસિત જમીન આપવાની વાત કરવામાં આવી હતી. આ કારણોસર, આ યોજના પાછળથી 50:50 ના નામથી પ્રખ્યાત થઈ.આ યોજનાને ભાજપ સરકારે 2020માં મુલતવી રાખી હતી. આરોપ છે કે આ મુડાના વિકાસ કાર્યક્રમ માટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્નીની 3 એકર અને 16 ગુંટા જમીન સંપાદિત કરવાની હતી, પરંતુ આ જમીન સંપાદિત કર્યા વગરજ દેવનુર વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો વિકસાવવામાં આવ્યો હતો


Spread the love

Read Previous

આ છે ભારતના સૌથી ધનિક મંદિરો, પ્રથમ ક્રમે આવતા મંદિરમાં દાનની આવક વર્ષના સરેરાશ 1 હજાર કરોડથી વધું

Read Next

મિસફાયરને કારણે ગોળીથી ઘાયલ થયા પછી ગોવિંદાએ હોસ્પિટલથી મોકલ્યો ઓડિયો મેસેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram