“એક પક્ષ એક રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ”: ભાજપની જીત પર ઉદ્ધવ ઠાકરે
બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાના ઇસ્ટ-વેસ્ટ કોરિડોરના 1.4 કિલોમીટર લાંબા થલતેજ-થલતેજ ગામ સેક્શનનું કામ પૂર્ણ થઇ ગયું છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા આ રૂટનું નિરીક્ષણ તાજેતરમાં હાથ ધરવામાં આવ્યું હતું, અને આ રૂટ 15 મી ડિસેમ્બર સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે.
આ માર્ગ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ આવે છે, જે ઓક્ટોબર 2022 માં શરૂ કરવામાં આવ્યો હતો. જો કે આ સેક્શન પર કામ બાકી હોવાના કારણે મેટ્રો સેવા માત્ર થલતેજ સુધી જ ચલાવવામાં આવી હતી. આ માર્ગમાં વિલંબ જમીન સંપાદનના મુદ્દાઓ, કોર્ટ કેસ અને અન્ય તકનીકી પડકારોને કારણે થયો હતો.
નોંધનીય છે કે ટ્રેક અને સ્ટેશન મોડિફિકેશનનું કામ હજુ પણ ચાલુ છે. જોકે 15 ડિસેમ્બર સુધીમાં મેટ્રો વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી સુધી ચાલશે.2036ના ઓલિમ્પિકની યજમાની માટેની બિડની તૈયારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન મેટ્રોને થલતેજથી મણીપુર અને શીલજથી મોટેરા સુધી મેટ્રોનો વિસ્તાર કરવાની યોજના ઘડી રહી હોવાનું પણ જાણવા મળે છે.