Breaking News :

“એક પક્ષ એક રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ”: ભાજપની જીત પર ઉદ્ધવ ઠાકરે

હેમંત સોરેને NDA માટે ઝારખંડનો દરવાજો બંધ કર્યો, વિજય ભાષણમાં શું કહ્યું

નવી ચૂંટાયેલી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષનો નેતા ન હોઈ શકે

“આ રાજકુમારની લડાઈ નહોતી”: માહિમની હાર બાદ રાજ ઠાકરેનો પુત્ર

થલતેજ ગામ મેટ્રો સ્ટેશન તૈયાર; ડિસેમ્બર 2024માં ખુલવાની સંભાવના

પ્રદુષણનો સામનો કરવા દિલ્હી સરકારે કરી કૃત્રિમ વરસાદની માંગ, CPCBએ કહ્યું શક્ય નથી

મસ્કની સલાહને અવગણી ટ્રમ્પે લેબર ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરવા લોરી ચાવેઝ ડર્મરને પસંદ કર્યા

અમેરિકામાં બનેલા ભારતીય-અમેરિકનોના અલ્પસંખ્ચક સંગઠને પીએમ મોદીને આપ્યો વૈશ્વિક શાંતિ પુરસ્કાર

વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતોથી જીત

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધનને બહુમત, સંજય રાઉતે પરિણામો પર ઉઠાવ્યા સવાલ

વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતોથી જીત

Spread the love

બુલેટિન ઈન્ડિયા વાવ : વાવ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી છે, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.મહારાષ્ટ્ર અને ઝારખંડ આ બે રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જે અંતર્ગત ગુજરાતમાં વાવ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. વાવ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે જાણે કે વટનો સવાલ બની હોય તેવું ચિત્ર ઉભું થયું હતું.

વાવ પેટાચૂંટણી: એવું તો શું થયું કે અંતિમ બે રાઉન્ડમાં કૉંગ્રેસના હાથમાંથી  આ બેઠક ભાજપે છીનવી લીધી? - BBC News ગુજરાતી

આ બેઠક પર હવે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર થઇ છે અને ભાજપના સ્વરૂપજી ઠાકોર વિજેતા થયા છે.ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2353 મતોથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી.

વાવ પેટાચૂંટણી: ત્રિપાંખિયા જંગમાં કોનો પડશે વટ? હાઇવોલ્ટેજ બેઠક પર મતગણતરી  શરૂ - Vav assembly seat by-election result live – News18 ગુજરાતી

જેને લઈને વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલે ચૂંટણી લડી હતી. આ ત્રિપાંખિયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. ટિકિટ ના મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેનીબેને ચૂંટણી રેલીઓ યોજી હતી. જ્યારે સ્વરૂપજીને જીતાડવા માટે ભાજપે પણ તનતોડ મહેનત કરી હતી…


Spread the love

Read Previous

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધનને બહુમત, સંજય રાઉતે પરિણામો પર ઉઠાવ્યા સવાલ

Read Next

અમેરિકામાં બનેલા ભારતીય-અમેરિકનોના અલ્પસંખ્ચક સંગઠને પીએમ મોદીને આપ્યો વૈશ્વિક શાંતિ પુરસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram