“એક પક્ષ એક રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ”: ભાજપની જીત પર ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને બમ્પર બહુમતી મળી છે. ગઠબંધને 200થી વધુ બેઠકો જીતી લીધી છે. જ્યારે મહા વિકાસ અઘાડી બે આંકડામાં જ સિમિત રહી ગયું છે. શિવસેના(યૂબીટી)ના નેતા સંજય રાઉતે પ્રારંભિક વલણો પછી પ્રતિક્રિયા આપી. તેમણે મહાયુતિ ગઠબંધન પર નિશાન સાધ્યું. રાઉતે શિવસેનાના શિંદે જૂથની જીત પર સવાલ ઉઠાવ્યા. તેમણે સવાલ ઉઠાવ્યો કે એકનાથ શિંદેના તમામ ધારાસભ્યો કેવી રીતે જીતી શકે? લોકો દેશદ્રોહીઓને કેવી રીતે જીતાડી શકે?
મહારાષ્ટ્રની જનતાએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને બદલે એકનાથ શિંદેની શિવસેનામાં પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો છે.. એકનાથ શિંદેની શિવસેનાએ 50થી વધારે સીટો જીતી. બીજી તરફ શરદ પવારની એનસીપી કરતા મહારાષ્ટ્રની જનતાએ અજીત પવારની એનસીપીમાં પોતાનો ભરોસો વ્યક્ત કર્યો છે.. અજીત પવારની એનસીપીને 30 થી વધારે બેઠકો મળી જ્યારે શરદ પવારની એનસીપી 20થી ઓછી બેઠકો પર સિમિત રહી ગઇ છે.
મહારાષ્ટ્રમાં જીત ભાજપ માટે ખુબજ મહત્વની છે..કારણકે દેશની રાજનીતીમાં યૂપી પછી જો કોઇ સૌથી વધુ મહત્વ ધરાવતું રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર છે. આ જીત બાદ હવે પીએમ મોદી સાંજે 7 વાગ્યે ભાજપના મુખ્યકાર્યાલય પર પહોંચી શકે છે , ભાજપના નેતૃત્વવાળા મહાયૂતિ ગઠબંધનની બમ્પર જીત પર તેઓ કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે.