“એક પક્ષ એક રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ”: ભાજપની જીત પર ઉદ્ધવ ઠાકરે
ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા તે સતત પોતાના મંત્રીઓ અને અધિકારીઓની પસંદગી કરી રહ્યા છે. હવે તેમણે લેબર ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરવા માટે રિપબ્લિકન યુએસ રિપ્રેઝન્ટેટિવ લોરી ચાવેઝ-ડર્મરને પસંદ કર્યા છે. બીજી તરફ ડૉ. જેનેટ નેશેવતને સર્જન જનરલ તરીકે અને જ્યોર્જ સોરોસના ભૂતપૂર્વ મની મેનેજર સ્કોટ બેસન્ટને નાણાં પ્રધાન તરીકે નામાંકિત કરવામાં આવશે.
-> એલોન મસ્કના સૂચનની અવગણના :- તમને જણાવી દઈએ કે, એલોન મસ્કે નાણામંત્રી તરીકે હોવર્ડ લુટનીકનું નામ સૂચવ્યું હતું. પરંતુ તેનાથી વિપરીત ટ્રમ્પે પોતાની પસંદગીના ઉમેદવારની નિમણૂક કરી છે. તેમણે આ વિભાગ માટે હેજ ફંડ અનુભવી સ્કોટ બેસન્ટની પસંદગી કરી છે.
-> કોને શું જવાબદારી મળી? :- નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે ટોચના વહીવટી પદોની જાહેરાત કરી હતી. તેમણે એલેક્સ વોંગને મુખ્ય નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ડૉ. સેબેસ્ટિયન ગોર્કાને આતંકવાદ વિરોધી વરિષ્ઠ નિયામક તરીકે નિયુક્ત કર્યા છે. વધુમાં, ભૂતપૂર્વ કોંગ્રેસમેન ડૉ. ડેવ વેલ્ડનને સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC), FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) કમિશનર માટે માર્ટી મેકરી અને હાઉસિંગ અને શહેરી વિકાસ સચિવ તરીકે સ્કોટ ટર્નરની પસંદગી કરવામાં આવી છે.રસેલ થર્લો વોટને યુએસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB) ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-> 20 જાન્યુઆરીથી લાગુ થશે નિમણૂકો :- આ તમામ નિમણૂકો આવતા વર્ષે 20 જાન્યુઆરીથી લાગુ થશે, જ્યારે ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તમને જણાવી દઈએ કે, ઉમેદવારોને પોતપોતાના હોદ્દા પર શપથ લેતાં પહેલાં નોમિનેશનની યુએસ સેનેટ દ્વારા પુષ્ટિ કરવી જરૂરી છે.