“એક પક્ષ એક રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ”: ભાજપની જીત પર ઉદ્ધવ ઠાકરે
અમેરિકામાં ભારતીય-અમેરિકનોએ એક થઈને એક નવું લઘુમતી સંગઠન શરૂ કર્યું છે. મેરીલેન્ડમાં સ્લિગ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ ખાતે શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન એસોસિયેશન ઓફ ઈન્ડિયન-અમેરિકન માઈનોરિટીઝ (AIAM)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો ઉદ્દેશ્ય ભારતીય-અમેરિકન વસાહતીઓમાં લઘુમતીઓને એકસાથે લાવવાનો અને તેમની સારી સ્થિતિ માટે કામ કરવાનો છે. સંસ્થાના આ ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલ્પસંખ્યક ઉત્થાન માટે ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
PM મોદીને આ એવોર્ડ વોશિંગ્ટન એડવેન્ટિસ્ટ યુનિવર્સિટી અને AIAM દ્વારા સમાવેશી વિકાસ અને લઘુમતી કલ્યાણ તરફના તેમના પ્રયાસો માટે આપવામાં આવ્યો હતો.AIAM ની રચનાના મુખ્ય ધ્યેયોમાંનું એક અમેરિકામાં ભારતીય-અમેરિકનોની એકતા સુનિશ્ચિત કરવાનું છે. AIAM એ શીખ પરોપકારી જસદીપ સિંહને તેના સ્થાપક અને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય તેના સાત સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં બલજિંદર સિંહ, સુખપાલ ધનોઆ (શીખ), પવન બેઝવાડા, એલિશા પુલિવર્તી (ખ્રિસ્તી), દીપક ઠક્કર (હિંદુ), જુનેદ કાઝી (મુસ્લિમ) અને નિસિમ રુબેન (યહૂદી)નો સમાવેશ થાય છે.
AIAM પ્રમુખે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યમાં સંગઠનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સભાને સંબોધતા તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે એક સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો છે, જેમાં તમામ નાગરિકો માટે સમાન તકો છે.જ્યારે ભારતીય લઘુમતી મહાસંઘના સંયોજક સતનામ સિંહ સંધુએ પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં આવેલા ફેરફારો વિશે વાત કરી હતી. તેમણે પીએમના સબકા સાથ, સબકા વિકાસ અભિગમની પ્રશંસા કરી અને કહ્યું કે આનાથી સાંપ્રદાયિક સૌહાર્દ અને સમાન તકોનું વાતાવરણ ઊભું થયું છે.