મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
-> સીઆઇડી ક્રાઇમે જેતલપુરમાં કંપનીના ગોડાઉનમાં દરોડા પાડી 45.16 લાખના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી લીધા, બાપુનગરના આરોપીની શોધખોળ શરૂ :
-> ચાર અનાજ માફિયા આરોપીઓની કરવામાં આવી ધરપકડ જેમાં વી.વી. એગ્રોના માલિક વસંતભાઈ વેનાજી પ્રજાપતિ તથા સુશીલભાઈ સુરેશ ચન્દ્ર ગોહેલ ગોપાલભાઈ સુરેશભાઈ ગોહેલ, આશિષ ભાઈ, સતીશ ચન્દ્ર ગોહેલ, જેમની સામે 3(5), 61(2), 316, 336(2), 336(3), 338, 340, 3,7 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો :
-> મુખ્ય 3 આરોપીઓ સહિત અનાજ ખરીદનાર વસંત પ્રજાપતિ સામે પણ ફરિયાદ નોંધાઈ છે :
-> અનાજમાફિયાઓ બનાવટી બીલો બનાવી સસ્તુ સરકારી અનાજ મેળવતા અને અનાજ બીજા થેલામાં ભરીને વેચી દેતા હોય છે :
બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોના ભાગના અનાજમાં ગ્રાહકોને ઓછું આપી, ના આપી સર્વર ડાઉન છે, થી ઓછું આવ્યું છે, પછી આવજો જેવા તથા અવનવા બહાના હેઠળ અનાજ ન આપીને એમાં કટકી કરીને અનાજ માફીયાઓ સાથે મળીને વહેલી સવારમાં, બપોરના સમયમાં તથા મોદી રાત્રે સસ્તા અનાજની દુકાનમાંથી એક્ટિવા, બાઈક, રિક્ષા, ટેમ્પો, છોટા હાથી,જીતો, પિક-અપ, 407, આઇસર દ્વારા અનાજ ભરી સગેવગે કરીને દુકાનમાંથી અનાજ માફીયાઓ ખાનગી ગોડાઉનમાં રાખીને ત્યાંથી અનાજની મોટી મિલમાં, કરિયાણાની દુકાનમાં તથા ઘરઘંટીમાં પહોંચાડીને સરકારની આંખમાં ધૂળ નાંખવામાં ઘણા સમયથી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
ગરીબ-મધ્યમ વર્ગ માટેના સસ્તા અનાજની દુકાનો પરથી રાહત દરે વેચાતા અનાજના જથ્થાને બોગસ બિલો મારફતે બારોબાર ગોડાઉન પરથી જ ખુલ્લા બજારમાં વેચી મારવાના કૌભાંડનો સીઆઇડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સીઆઇડી ક્રાઇમની ટીમે જેતલપુરના ગોડાઉન પરથી અનાજનો જથ્થો રવાના થાય એ વખતે જ દરોડો પાડી રૂપિયા 45.16 લાખના મુદ્દામાલ સાથે ત્રણ જણાને ઝડપી લીધા હતા.
જ્યારે બાપુનગરના અન્ય એક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલી સૌરભ ઇન્ડઝસ્ટ્રીઝના માલિકો દ્વારા સરકાર તરફથી મળતા સસ્તા અનાજના હેઠળ આવેલ દુકાનમાંથી વેપારીઓ પાસેથી ઓછા ભાવે કાળા બજારી કરીને અનાજનો જથ્થો ખરીદતા હતા અને તેના પેકિંગ અને માર્કાને બદલીને અનાજનો જથ્થો ખરીદીને મોંઘા ભાવે જેતલપુરમાં આવેલી કંપનીમાં સપ્લાય કરતા હતા અને ત્યાંથી શહેરની અન્ય કરિયાણાની દુકાનોમાં વેચવામાં આવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ સીઆઈડી ક્રાઈમે ચારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરીને ફરાર મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
-> સરકારી અનાજને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને વેચવામાં આવતું :- સરકારી સસ્તા અનાજના વેપારી પાસેથી અનાજ ખરીદવામાં આવતું હતું ત્યારબાદ બાપુનગરના વેપારી અનાજને અન્ય કોથળીઓમાં ભરી દેતો હતો. બાદમાં જેતલપુરની વી.વી.એગ્રો ઇન્ડઝસ્ટ્રીઝમાં પહોંચાડવામાં આવતું હતું. ત્યાંથી આ અનાજનો જથ્થો શહેર અને રાજ્યની અલગ અલગ કારીયાણાની દુકાનોમાં મોકલાતું હતું. સરકારી અનાજને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને વેચવામાં આવતું :સરકારી સસ્તા અનાજના વેપારી પાસેથી અનાજ ખરીદવામાં આવતું હતું ત્યારબાદ બાપુનગરના વેપારી અનાજને અન્ય કોથળીઓમાં ભરી દેતો હતો. બાદમાં જેતલપુરની વી.વી.એગ્રો ઇન્ડઝસ્ટ્રીઝમાં પહોંચાડવામાં આવતું હતું. ત્યાંથી આ અનાજનો જથ્થો શહેર અને રાજ્યની અલગ અલગ કારીયાણાની દુકાનોમાં મોકલાતું હતું.
-> અનાજ કૌંભાંડ :- રાશન માફિયા મિલ માલિક સામે તપાસ બાદ ગુનો દાખલ કરીને આવશ્યક ચીજ વસ્તુઓના કાળા બજાર થતા અટકાવવા અને તેનો પુરવઠો જાળવવા બાબતના અધિનિયમ-1980ના કાયદા હેઠળ એટલે કે પી.બી.એમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે?