મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
ચીને મુંબઈમાં તાઈવાનના તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર (TECC)ના તાજેતરમાં સ્થપાયેલા કાર્યાલયને લઈને ભારત સાથે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, “વિશ્વમાં એક જ ચીન છે અને તાઈવાન ચીનના ક્ષેત્રનો અવિભાજ્ય હિસ્સો છે.””ચીન તાઇવાન અને તેની સાથે રાજદ્વારી સંબંધો જાળવી રાખનારા દેશો વચ્ચેના તમામ પ્રકારના સત્તાવાર સંપર્ક અને સંચારનો સખત વિરોધ કરે છે, જેમાં પરસ્પર પ્રતિનિધિ કચેરીઓની સ્થાપનાનો સમાવેશ થાય છે,” તેમણે કહ્યું. અમે ભારતીય પક્ષ સમક્ષ ગંભીર વિરોધ નોંધાવ્યો છે.
-> તાઈવાન મુદ્દે ચીને શું કહ્યું? :- ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓએ કહ્યું કે ભારતે એક-ચીન સિદ્ધાંત માટે ગંભીર રાજકીય પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તે ચીન-ભારત સંબંધો માટે રાજકીય આધાર તરીકે કામ કરે છે. તેમણે કહ્યું, “ચીન ભારતીય પક્ષને તેની પ્રતિબદ્ધતાઓનું સખતપણે પાલન કરવા અને તાઈવાન સંબંધિત મુદ્દાઓને ન્યાયપૂર્ણ અને યોગ્ય રીતે ઉકેલવા વિનંતી કરે છે.” ભારતે તાઈવાન સાથે કોઈપણ પ્રકારની સત્તાવાર વાતચીત ન કરવી જોઈએ અને ચીન-ભારત સંબંધો સુધારવાની પ્રક્રિયામાં અવરોધ ન ઉભો કરવો જોઈએ
ભારતમાં TECC એ બુધવારે મુંબઈમાં એક શાખા ખોલી, ભારતમાં તેની ઓફિસની સંખ્યા ત્રણ થઈ ગઈ. TECCની દિલ્હી અને ચેન્નાઈમાં પણ ઓફિસ છે.તાઈવાને એક દિવસ અગાઉ 17 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈમાં તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાં આ તેમની ત્રીજી ઓફિસ છે. તાઈવાને કહ્યું કે નવી ઓફિસનો હેતુ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીને સેવા આપવાનો છે.