મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયેલના પૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. હેગ સ્થિત વિશ્વ અદાલતે ગાઝા અને લેબનોનમાં સંઘર્ષ દરમિયાન આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે ઇઝરાયેલના નેતાઓ સામે આ વોરંટ જારી કર્યું છે, જ્યાં તે હમાસ અને હિઝબોલ્લાહ સાથે યુદ્ધમાં છે.ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેઈફને યુદ્ધ અપરાધી ગણાવતા તેમની પણ ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં, વિશ્વ અદાલતે જણાવ્યું હતું કે “ચેમ્બરે યુદ્ધ અપરાધો માટે જવાબદાર બે વ્યક્તિઓ, બેન્જામિન નેતન્યાહુ અને યોવ ગેલન્ટને યુદ્ધ અપરાધો માટે જવાબદાર માનતા આ વોરંટ જારી કર્યું છે.
-> આ આરોપો ઈઝરાયેલના પીએમ પર લગાવવામાં આવ્યા છે :- ICC એ નેતન્યાહુ અને ઇઝરાયેલના પૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ પર માનવતા વિરુદ્ધના ગુનાઓ, જેમાં હત્યા, ત્રાસ અને અમાનવીય કૃત્યોનો તેમજ યુદ્ધ સહિતના અપરાધનો આરોપ મૂક્યો છે.
-> ઈઝરાયેલે આરોપોને ફગાવી દીધા :- ઇઝરાયેલે ICC દ્વારા તેના નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આવો નિર્ણય ICCના અધિકારક્ષેત્રમાં આવતો નથી. ઈઝરાયેલના અગ્રણી વિપક્ષી નેતા યાયર લિપિડે પણ આ આદેશની નિંદા કરી અને આ ચૂકાદાને આતંકવાદીઓ માટે ઈનામરૂપ ગણાવ્યો.
-> બેન્જામિન નેતન્યાહુએ જવાબ આપ્યો :- ICCના નિર્ણયના થોડા કલાકો બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે તેના X હેન્ડલ પરના એક વીડિયો સંદેશમાં કહ્યું.”હેગમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો યહૂદી વિરોધી ચુકાદો એ આધુનિક ડ્રેફસ ટ્રાયલ છે અને તે એ જ રીતે સમાપ્ત થશે,”ડ્રેફસ ટ્રાયલ, જેનો ઉલ્લેખ નેતન્યાહુએ ICC પર હુમલો કરતા તેમના વિડિયો સંદેશમાં કર્યો હતો, તે એક રાજકીય અને ન્યાયિક કૌભાંડ હતું જે ફ્રાન્સમાં 1894 અને 1906 ની વચ્ચે થયું હતું, જેમાં આલ્ફ્રેડ ડ્રેફસ નામના યહૂદી ફ્રેન્ચ સૈન્ય અધિકારીને લશ્કરી રહસ્યો લીક કરવાનો આરોપ હતો. બાદમાં તે દોષિત ન જણાયો અને તેને ફ્રેન્ચ આર્મીમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
-> ભૂખમરાના આરોપોને પણ નકારી કાઢ્યા :- નેતન્યાહુએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે ઈઝરાયેલે ગાઝાના નાગરિકોને 700,000 ટન ભોજન પીરસ્યું છે, ICC તેમના પર જાણી જોઈને ભૂખે મારવાનો ખોટો આરોપ લગાવી રહી છે.