મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
કેનેડા સરકાર કોઇ પૂરાવા વગર જ આરોપો મુકી રહી છે તે વાત હવે સમગ્ર વિશ્વ સમક્ષ ખુલ્લી થઇ ગઇ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાને શરમનો સામનો કરવો પડ્યો છે. ટ્રુડો સરકારે સ્વીકાર્યું છે કે તેની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પર લાગેલા આરોપો સંબંધિત કોઈ પુરાવા નથી. ગ્લોબ એન્ડ મેલ અખબારે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો, જે બાદ ટ્રુડોએ કહ્યું કે કેનેડાની સરકાર પાસે આ આરોપ સંબંધિત કોઇ જ પૂરાવા નથી.
હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની સમર્થક હતો અને તેના પર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ હતો. જૂન 2023માં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય એજન્સીઓ પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન બાદથી ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વધી ગયો છે.
-> હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતનું વલણ :- કેનેડા દ્વારા કરવામાં આવેલા નિજ્જરની હત્યાના આરોપોને ભારત સંપૂર્ણપણે ફગાવતું આવ્યું છે. ભારતે કહ્યું હતું કે કેનેડા તેના દેશમાં ખાલિસ્તાની ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.ગ્લોબ એન્ડ મેલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડા પાસે ભારતીય અધિકારીઓને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડવાના પુરાવા છે. અખબારે કોઈપણ પુરાવા વિના ભારતીય પીએમ સહિત ઘણા મોટા લોકો પર આરોપો લગાવ્યા હતા. હવે આ અહેવાલ બાદ કેનેડાની સરકારે સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે એવા કોઈ પુરાવા નથી કે જે આ કેસમાં ભારતીય અધિકારીઓને સીધા દોષિત ઠેરવે.
-> ભારત-કેનેડા સંબંધો પર અસર :- ટ્રુડોના ભારત વિરુદ્ધ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. પરિણામે, ભારતે કેનેડા સાથેની વેપાર વાટાઘાટો સ્થગિત કરી અને રાજદ્વારી પ્રવૃત્તિઓમાં ઘટાડો કર્યો. તેનાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર કરારો પર પણ અસર પડી છે.