મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : ઉત્તર ગુજરાતની 07-વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે.મૂળ ઉમેદવારી ફોર્મ ભરનારા કુલ ૨૧ ઉમેદવારોમાંથી ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ આ પેટા ચૂંટણીમાં કુલ દસ (૧૦) ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સસ્પેન્ડેડ બળવાખોર માવજીભાઈ પટેલ (ચૌધરી) વચ્ચે છે.
આ બેઠક હજારો મતોના અંતર સાથે છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓથી કોંગ્રેસ પાસે છે.આ પેટાચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 07-વાવ વિધાનસભા મત વિસ્તારના 192 મતદાન કેન્દ્રો પર કુલ 321 મતદાન મથકો આવેલા છે.સવારે 07.00 થી સાંજે 06.00 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો પર કુલ 1,412 અધિકારીઓ/કર્મચારીઓ ફરજ બજાવશે.
વિધાનસભાની બેઠક પર કુલ 3,10,775 મતદારોમાં 1,61,296 પુરુષ મતદારો, 1,49,478 મહિલા મતદારો અને 01 થર્ડ જેન્ડર મતદારો છે. વાવની પેટા-ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બર, 2024 ના રોજ મતગણતરી પછી જાહેર કરવામાં આવશે, જેમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની રાજ્ય ચૂંટણીઓ અને વિવિધ રાજ્યોમાં અન્ય કેટલીક વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.