પાલીતાણામાં ATM તોડવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો
આરોપીએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ચોરીનો પ્રયાસ કર્યો
LCBએ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
ડુંગરપુર ગામે રહેતા આરોપી ઈશાકની ધરપકડ કરવામાં આવી
LCBએ આરોપીને પાલીતાણા ટાઉન પોલીસના હવાલે કર્યો
Bhavnagar News : ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં ગતરોજ બેન્કના ATMમાં એક શખ્સે પ્રવેશી CCTV કેમેરામાં તોડફોડ કરી સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ચોરી કરવાનો નો પ્રયાસ કર્યો હતો આ શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)એ ગણતરીની કલાકોમાં પાલીતાણા શહેરમાંથી ઝડપી લઇ સમગ્ર બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા શહેરમાં આવેલ એક વિસ્તારમાં રાત્રિ દરમિયાન બેન્કના એટીએમમાં એક શખ્સ ચોરીના ઇરાદે પ્રવેશ્યો હતો અને એટીએમમાં લાગેલ સીસીટીવી કેમેરાની તોડફોડ કરતા હાજર સિક્યુરિટી ગાર્ડ વિનોદએ આ શખ્સને પડકારી વિરોધ કરતા ઉશ્કેરાયેલ શખ્સે સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો,
આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.જે ફરિયાદ અંગે એલસીબી એ ગણતરીની કલાકોમાં ટેકનિકલ સોર્સીસ તથા બાદમીદારોની મદદથી પાલિતાણા તાલુકાના ડુંગરપુર ગામે રહેતા ઈશાકની ધરપકડ કરી પુછતાછ કરતાં તેણે આ ગુનો કબુલ્યો હતો આથી એલસીબી ની ટીમે આરોપીને પાલીતાણા ટાઉન પોલીસને હવાલા કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ પણ વાંચો : Mahesana News : વિસનગર-ઊંઝા રોડ પર ગોઝારો અકસ્માત સર્જાતા માસુમ બાળકનું મોત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.