રાહુલ ગાંધી હેલિકોપ્ટરે થોડા સમય માટે રોકાયા બાદ ઉડાન ભરી, કોંગ્રેસે લગાવ્યો ષડયંત્રનો આરોપ
અમેરિકામાં જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે તે જોતા ડોનાલ્ડ ટ્રમ્પની જીત નિશ્ચિત મનાઇ રહી છે. છેલ્લા સમાચાર અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતવાથી માત્ર 5 ઈલેક્ટોરલ કોલેજ વોટ દૂર છે. જો તેમને આ પાંચ મત મળશે તો તે 270ના જાદુઈ બહુમતીના આંકડાને સ્પર્શી જશે. દરમિયાન, તેમના હરીફ કમલા હેરિસ ખૂબ પાછળ છે તે હાલ 214 ઇલેક્ટોરલ વોટ સુધી મર્યાદિત છે, જ્યારે ટ્રમ્પે 265 ઇલેક્ટોરલ કૉલેજ વોટ મેળવ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઘણા રાજ્યોમાં મત ગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન મીડિયા ગ્રુપ ફોક્સ ન્યૂઝે જાહેરાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે તે નક્કી થઈ ગયું છે.
સાત મહત્વપૂર્ણ રાજ્યોમાંથી, પેન્સિલવેનિયા સૌથી મહત્વપૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 19 ઈલેક્ટોરલ કૉલેજ મત છે. અહીં અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ 51.3 ટકા વોટ સાથે આગળ છે, હેરિસને 47.8 ટકા વોટ મળ્યા છે.
નોર્થ કેરોલિનામાં કાંટાની ટક્કર છે.. અહીની 16 ઈલેક્ટોરલ કોલેજ સીટો માટેની હરીફાઈમાં ટ્રમ્પને 50.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કમલા હેરિસને 48.4 ટકા વોટ મળ્યા હતા.
તેવી જ રીતે, જ્યોર્જિયાના 16 ઈલેક્ટોરલ કોલેજ વોટ માટે ચાલી રહેલી લડાઈમાં ટ્રમ્પે 51.1% વોટ મેળવ્યા છે, જ્યારે હેરિસને 48.2% વોટ મળ્યા છે.
મિશિગનની 15 ઈલેક્ટોરલ કોલેજ વોટની રેસમાં, ટ્રમ્પે 51.7 ટકા વોટ મેળવ્યા છે જ્યારે કમલા હેરિસે 46.5 ટકા વોટ મેળવ્યા છે..એરિઝોનામાં 11 ઈલેક્ટોરલ કોલેજ મત છે, જ્યાં સૌથી નજીકની સ્પર્ધા ચાલી રહી છે. ટ્રમ્પ 49.7% મતો સાથે આગળ છે. જો કે કમલા હેરિસને 49.5 ટકા વોટ મળ્યા છે.
વધુમાં, વિસ્કોન્સિન પાસે 10 ઈલેક્ટોરલ કોલેજ મત છે. આ માટેની હરીફાઈમાં ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીમાં 50.7 ટકા વોટ મળ્યા છે જ્યારે હેરિસને 47.9 ટકા વોટ મળ્યા છે.
નેવાડામાં છ ઈલેક્ટોરલ કોલેજ મત છે. અહીં મત ગણતરીમાં ડોનાલ્ડ ટ્રમ્પને લીડ મળતી જોવા મળી રહી છે. તેમને 51.5 ટકા વોટ મળ્યા છે જ્યારે કમલા હેરિસને 46.9 ટકા વોટ મળ્યા છે.