રાયપુર એરપોર્ટ પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં નાગપુરથી કલકત્તા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી, વિમાનનું તરત જ રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.. મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા..આ ઘટનાની જાણકારી મળ્યા બાદ એરપોર્ટ પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી.
-> વિમાનની તપાસ કરવામાં આવી રહી છે :- તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી છે.. આ ઘટના બાદ થોડા સમય માટે રાયપુર એરપોર્ટ પર ફ્લાઈટને અસર થઈ હતી.રાયપુર (ગ્રામીણ)ના અધિક પોલીસ અધિક્ષક કિર્તન રાઠોડે જણાવ્યું હતું કે, “નાગપુરથી કોલકાતા જઈ રહેલા વિમાનને બોમ્બની ધમકી બાદ રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.ઉલ્લેખનીય છે કે ઑક્ટોબરમાં 90 થી વધુ વિમાનોને બોમ્બની ધમકીઓ મળી હતી અને તે બધી ધમકી પાછળથી ખોટી સાબિત થઇ હતી. જેના કારણે એરલાઇન કંપનીઓને 200 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું છે.
-> ફ્લાઈટ નાગપુરથી કોલકાતા જઈ રહી હતી :- આ ફ્લાઈટ નાગપુરથી કોલકાતા જઈ રહી હતી. બોમ્બની માહિતી મળ્યા બાદ ફ્લાઈટનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને તેનું રાયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં કુલ 187 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (CISF) અને રાયપુર પોલીસની ટીમ વિમાનની તપાસ કરી રહી છે. મુસાફરોને એરપોર્ટ લોન્જમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.