મોડાસા શહેરમાં સોસાયટી આગળ પાર્ક કરેલ કારમાં આગ લાગી
એકાએક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
ઘટનાને લઈને ફાયરની ટીમ દોડી આવી હતી
ફાયરની ટીમે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો
આગ કયા કારણોસર લાગી એ હકીકત જાણી શકાઈ નથી
Arvalli News : આજકાલ ઘર કે દુકાન આગળ પાર્ક કરેલ વાહનો માં અચાનક આગની ઘટનાઓમાં વધારો થતો ગયો છે ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડાસાની પાર્ક ડુપ્લેક્ષ સોસાયટીમાં આગળના ભાગમા બ્રેઝા કાર પાર્ક કરેલ હતી.
આ કારમાં અચાનક આગ લાગી હતી. એકાએક આગ લાગતા આફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને કરી હતી. જો કે ફાયર વિભાગ પહોંચે એ પહેલાં કાર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ હતી, ફાયરની ટીમે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. આગ કયા કારણોસર લાગી એ હકીકત જાણી શકાઈ નથી.
આ પણ વાંચો : શાહીબાગ વિસ્તારમાં 24 વર્ષીય યુવકની 4 વ્યક્તિઓએ છરીના ઘા મારી હત્યા કરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.