દત્તક લેનારી માતાઓ માટે પ્રસૂતિ રજાના નિયંત્રણો અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પર સવાલ ઉઠાવ્યા
સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો
દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો સૌરાષ્ટ્ર ઉમટ્યાં
અમરેલીમાં આવેલ આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું
દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો સૌથી વધુ જોવા મળે છે.અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં આપણા ગુજરાત રાજ્યના લોકો સૌથી વધુ પરિવાર સાથે બહાર નીકળતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને અન્ય રાજય રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના રાજયમાંથી પર્યટકો પ્રવાસીઓની આજથી ભીડ જામી રહી છે.લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા અહીં આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. વનવિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે
ત્યારે પર્યટકો આ સફારી પાર્કના સિંહ દર્શન સહિતનો લ્હાવો લઈ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. ધારી ગળધરા ખોડીયાર મંદિર, ખોડિયાર ડેમ સાઇટ નજીક ધારી ખાતે અમરેલીનું નવું નજરાણું કહી શકાય એવો આંબરડી સફારી પાર્ક છે. 380 હેક્ટર વિસ્તારમાં વિકસિત થયેલ આ સફારી પાર્ક હાલ તો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે