મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ ઝારખંડમાં કુશાસન અને ભ્રષ્ટાચારનો અંત લાવશે અને માટી, દીકરી અને રોટીની રક્ષા કરશે. રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે UCC ચોક્કસપણે ઝારખંડમાં લાગુ કરવામાં આવશે.રાંચીમાં રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું, “ઝારખંડમાં આ ચૂંટણી માત્ર સરકાર બદલવાની ચૂંટણી નથી, પરંતુ ઝારખંડના ભવિષ્યને સુરક્ષિત કરવાની ચૂંટણી પણ છે. ઝારખંડની મહાન જનતાએ નક્કી કરવાનું છે કે તેઓને ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર જોઈએ છે કે વિકાસના માર્ગ પર ચાલતી પીએમ મોદીના નેતૃત્વવાળી સરકાર જોઇએ છે. ઘુસપૈઠ કરાવીને ઝારખંડની અસ્મિતાને જોખમમાં મુકતી સરકાર જોઇએ છે કે પછી કડક સુરક્ષાવાળી મોદી સરકાર જોઇએ છે.
ગૃહમંત્રી અમિત શાહે સીએમ હેમંત સોરેન પર ઘૂસણખોરોને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, “હેમંત સોરેન ઘૂસણખોરોમાં પોતાની વોટબેંક જુએ છે. આ રાજ્યમાં ઘૂસણખોરોને કારણે આદિવાસીઓની સંખ્યા ઘટી રહી છે, વસ્તીનું પ્રમાણ બદલાઈ રહ્યું છે અને હેમંત સોરેનની સરકાર તેના સૂરમાં ખુશ છે. હું તમને વચન આપું છું. જો ભાજપ સરકાર આવશે, તે ઘૂસણખોરોને ઝારખંડમાંથી ભગાડી દેશે.