કોંગ્રેસ નેતા મીમ અફઝલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાની વધતી ઘટનાઓને લઈને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ફારુક અબ્દુલ્લાના નિવેદન પર મારે કંઈ કહેવું નથી, પરંતુ જ્યારથી જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બની છે ત્યારથી સતત આતંકી હુમલા થઈ રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદી હુમલાઓ સતત થઈ રહ્યા હોવાથી હુમલાખોરોને જીવતા પકડવાના પ્રયાસો કરવા જોઈએ જેથી આ ઘટનાઓમાં બહારનો કે અંદરનો હાથ છે તે બહાર આવી શકે.
-> ફારુક અબ્દુલ્લાએ શું કહ્યું? :- જમ્મુ-કાશ્મીરના બડગામમાં મજૂરો પર થયેલા આતંકવાદી હુમલાને લઈને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે આ ઘટનામાં સામેલ લોકોને મારવા જોઈએ નહીં, પરંતુ તેના મૂળ સુધી પહોંચવા માટે તેમને પકડીને પૂછપરછ કરવી જોઈએ. . ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું “આ અંગે એક વાત ચોક્કસ છે કે તેની તપાસ થવી જોઈએ. રાજ્યમાં નવી સરકાર આવ્યા પછી આવું થઈ રહ્યું છે. મને શંકા છે કે જે લોકો આ સરકારને અસ્થિર કરવા માગે છે તે લોકોનો આ ઘટનામાં હાથ છે.” આ પહેલા કેમ નહોતું થતું આવી ઘટનાઓનું કારણ શું?
-> પંચાયત ચૂંટણી પહેલા હુમલાના કાવતરાની આશંકા :- ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ હુમલાઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સંકટ સર્જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા લોકોને મારવા જોઈએ નહીં, બલ્કે તેમને પકડવા જોઈએ જેથી આ બધા પાછળ કોણ છે તે જાણી શકાય. કયાંક કોઇ એજન્સી રાજ્યની સરકારને ડિસ્ટર્બ કરવા આ બધુ કરી રહી છે ? તે સવાલ ખુબ મહત્વનો બની જાય છે કેમ કે અહીં પંચાયતની ચૂંટણી પણ યોજાવાની છે.