મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
કુખ્યાત ગેંગસ્ટર લૉરન્સ બિશ્નોઈના ભાઇ અનમોલ બિશ્નોઇ પર NIAએ સકંજો કસ્યો છે.. . અનમોલ બિશ્નોઇ પર NIAએ 10 લાખનું ઇનામ જાહેર કર્યુ છે..અનોમલ બિશ્નોઇ સિંગર-રાજકારણી સિદ્ધૂ મૂસેવાળાની હત્યામાં પણ આરોપી છે. વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. રિપોર્ટ અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતમાંથી ભાગી ગયો હતો.
-> આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો :- અનમોલ બિશ્નોઈ કથિત રીતે પોતાનું સ્થાન બદલે છે અને ગત વર્ષે તે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. જાણકારી મુજબ અનમોલ બિશ્નોઈ પર 18 ગુનાહિત કેસ દાખલ છે. તે જોધપુર જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. અનમોલને 7 ઑક્ટોબર 2021ના રોજ જામીન પર છોડી દેવામાં આવ્યો હતો.
-> સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલામાં લુક આઉટ નોટિસ જારી કરી હતી :- 14 એપ્રિલ 2024ના રોજ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અનમોલ બિશ્નોઈના વિરુદ્ધ ગોળીબાર કેસમાં કથિત સંડોવણી માટે લુકઆઉટ નોટિસ પણ બહાર પાડી હતી.
-> બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પણ સંડોવણીનો આરોપ :- બાબા સિદ્દીકીની હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓની પૂછપરછ દરમિયાન ખબર પડી હતી કે શૂટર્સ લૉરન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતા. ત્રણ શૂટર્સે હત્યાના પહેલાં એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ મારફતે જેલમાં બંધ ગેંગસ્ટર લૉરન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાતચીત કરી હતી. અનમોલ બિશ્નોઈ શૂટર પ્રવીણ લોનકર સાથે સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકામાંથી આરોપીઓ સાથે સંપર્કમાં હતો.