ઉત્તરપ્રદેશમાં 28 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી રાજ્યમાં કોઈ વીજ કાપ ન થાય, આ અંગેના નિર્દેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અધિકારીઓને આપી દેવાયા છે. મહત્વનું છે કે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી આ સમયગાળામાં આવી રહ્યો છે. મુખ્ય પ્રધાન યોગીએ ડિવિઝનલ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી, બેઠકમાં આ સમયગાળા દરમ્યાન વીજકાપ ન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “ખુશી અને ઉજવણીના આ સમયગાળામાં 28 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં 24 કલાક અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ. પાવર કોર્પોરેશને આ માટે જરૂરી તૈયારીઓ કરવી જોઈએ.”
-> ભેળસેળ સામે પગલાં લેવા જોઈએ :- CMએ કહ્યું, “ઇમરજન્સી હેલ્થ અને ટ્રોમા સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેવી જોઈએ. તમામ વિસ્તારોમાં ડૉક્ટરો સરળતાથી ઉપલબ્ધ હોવા જોઈએ, પછી તે ગામ હોય કે શહેર.” તેમણે ખોરાકમાં ભેળસેળના જોખમ પર પણ ધ્યાન આપ્યું જે તહેવારો દરમિયાન નોંધપાત્ર રીતે વધી જાય છે.તેમણે કહ્યું હતું કે, “આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને, ખાદ્ય સુરક્ષા તપાસને વધુ સઘન બનાવવી જોઈએ, પરંતુ નિરીક્ષણના નામે કોઈને હેરાન કરવામાં ન આવે તેની પણ કાળજી લેવી જોઈએ.”
-> પોલીસને સતર્ક રહેવાની સૂચના આપતાં :- મુખ્યમંત્રીએ ગ્રામીણ રૂટ પર બસોની સંખ્યા વધારવા વાહનવ્યવહાર વિભાગને પણ આદેશ કર્યો હતો. તેમણે કહ્યું. “ખરાબ સ્થિતિમાં બસોને રસ્તાઓ પર ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં,” સીએમ યોગીએ કડક કાયદો અને વ્યવસ્થા, સમાજના તમામ વર્ગોના સતત સંચાર અને સહકાર પર ભાર મૂક્યો અને પોલીસને ચોવીસ કલાક હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો.આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું હતું કે, “રક્ષાબંધન હોય, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, દુર્ગા પૂજા, દશેરા, શ્રાવણી મેળો હોય કે ઈદ, બકરીદ, બરાફત અને મોહરમ જેવા તહેવારો હોય, દરેક તહેવારો દરમિયાન સકારાત્મક વાતાવરણ હોય છે. ટીમ વર્કની આ ભાવના મજબૂત છે. અને જનતાનો સહકાર હંમેશા રહેવો જોઈએ.”
-> સોશિયલ મીડિયા પર નજર રાખો :- સીએમ યોગીએ કહ્યું, “શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક પગલાં લેવા જોઈએ.” તેમણે સોશિયલ મીડિયા પર તકેદારી વધારવાનો આદેશ આપ્યો અને દરેક જિલ્લાને આ પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવા માટે એક ટીમ તૈનાત કરવા કહ્યું.