મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મુખ્ય વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા છે. આજે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે.
કોંગ્રેસ પક્ષના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે – ‘કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેએ 7 – વાવ મતવિસ્તારમાંથી ગુજરાતની વિધાનસભાની આગામી પેટા-ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી ગુલાબસિંહ રાજપૂતની ઉમેદવારીને મંજૂરી આપી દીધી છે.
ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય છે.વાવ વિધાનસભા બેઠક ખાલી છે અને તેમની બનાસકાંઠા લોકસભા બેઠક જાળવી રાખવા માટે ગેનીબેન ઠાકોરે રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હોવાથી પેટાચૂંટણી જોવા મળી રહી છે.