મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યું છે.અને તેની સાથે જ રાજકીય પક્ષોએ પણ જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે BSP મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડશે, એટલે કે તે મહાયુતિ કે MVA ગઠબંધનમાં સામેલ થશે નહીં.
-> બસપા પ્રમુખ માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે :- તેમણે લખ્યું કે, “BSP મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડશે અને પ્રયાસ કરશે કે પાર્ટીના લોકો અહીં-ત્યાં ભટકે નહીં પરંતુ સંપૂર્ણપણે BSP સાથે જોડાઇને આદરણીય બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના કાંરવાના સારથી બનીને શાસક વર્ગ બનવાના મિશનરી પ્રયાસો ચાલુ રાખે
-> માયાવતીએ ચૂંટણી પંચની જવાબદારી જણાવી :- નિષ્પક્ષ ચૂંટણીની આશા રાખતા BSP ચીફે પોસ્ટમાં લખ્યું છે કે, “ભારતના ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત આવકાર્ય છે. ચૂંટણી જેટલી ઓછા સમયમાં અને જેટલી સ્વચ્છ એટલે કે મની પાવર, મસલ પાવર વગેરેથી મુક્ત હોય તેટલું જ સારુ છે. અને તેની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચ પર રહે છે.
-> મહારાષ્ટ્ર ચૂંટણી 2019માં BSPનો રેકોર્ડ :- 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં BSPએ 288માંથી 262 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી . તેની વોટિંગ ટકાવારી પણ માત્ર 0.91 ટકા હતી.