જમ્મુ-કાશ્મીરની નવી સરકારની 16 ઓક્ટોબરે શપથવિધિ યોજાશે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી પદના શપથ લેશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 16 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે સમારોહનો સમય નક્કી કર્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરે ઓમરને જારી કરેલા પત્રમાં તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ, AAP અને અપક્ષ ધારાસભ્યોએ પહેલા જ નેશનલ કોન્ફરન્સને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.
-> ઓમર બડગામથી જીત્યા છે :- નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જ્યારે બીજેપી બીજા ક્રમે છે. ઓમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, તેઓ બન્ને બેઠકો પર જીત્યા છે.
-> જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણી થઈ હતી :- જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણી થઈ હતી. આ પહેલા 2014માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ત્યારબાદ બીજેપી અને પીડીપીએ સાથે મળીને સરકાર બનાવી હતી, 2018ના અંતમાં બંને પાર્ટીઓનું ગઠબંધન તૂટી ગયું હતું અને પછી થોડા મહિનાઓ પછી 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હતો અને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું હતું.