મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
યુપીના બહરાઈચમાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન ગોળી વાગતાં એક યુવકનું થવાને લઇને મામલો ઉગ્ર બન્યો છે. . આ ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ વિરોધ શરૂ કર્યો છે. આ ઘટના પર વિપક્ષ ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે.મહસી તહસીલ હેઠળના મહારાજગંજ વિસ્તારમાં એક જુલુસ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અન્ય સમુદાયના વ્યક્તિ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ પોલીસે 30 જેટલા લોકોની અટકાયત કરી છે. અશાંતિથી પ્રભાવિત તમામ વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે.
-> કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ હિંસા બંધ કરવાની અપીલ કરી હતી :- બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલા હોબાળા અંગે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હિંસા અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના સમાચાર અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. હું રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવા અને હિંસા પર રોક લગાવવા માટે અપીલ કરું છું, હું લોકોને અપીલ કરું છું કે તેઓ કાયદો પોતાના હાથમાં ન લે અને શાંતિ જાળવી રાખે.
-> અવધેશ પ્રસાદે તપાસની માંગ ઉઠાવી હતી :- બહરાઈચમાં બનેલી ઘટના પર સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું, ‘આ ખૂબ જ દુઃખદ છે, આ પ્રસંગે સૌને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સંવાદિતા જાળવવા માટે દરેક શક્ય રીતે યોગદાન આપે અને તે સુનિશ્ચિત કરે કે આગળ કોઈ ઘટના ન બને. આ ઘટના તપાસનો વિષય છે.