મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
બુલેટિન ઈન્ડિયા જામનગર : નવાનગરના મહારાજા જામ સાહેબ જામ શત્રુસાળ્યસિંહજીએ પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને પોતાના વારસદાર/ઉત્તરાધિકારી તરીકે નીમવાનો નિર્ણય કર્યો છે.જામ સાહેબે બહાર પાડેલા પત્રમાં જણાવ્યું છે કે દશેરાનો તહેવાર પાંડવો વનવાસમાંથી વિજયી થયા તે દિવસને ચિહ્નિત કરે છે.
તેવું માનવામાં આવે છે અને તેઓ દશેરાના આ શુભ દિવસે ખુશ છે કારણ કે તેમણે એક મૂંઝવણનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ ઉકેલ અજય જાડેજાને આભારી છે, જેણે પોતાના ઉત્તરાધિકારી બનવાની હા પાડી છે, એમ તેણે કહ્યું હતું.
જામ સાહેબે પોતાના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, તેમની સેવા કરવાની જવાબદારી અજય જાડેજા નિભાવવાના છે તે જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ છે. જામ સાહેબે પોતાના પત્રમાં અજય જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.