મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
આજે દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા રામાયણ અને મહાભારતના સમયથી ચાલી આવે છે. આપણી સેના પણ આ પરંપરાનું પાલન કરે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગના સુકના કેન્ટમાં સેનાના જવાનો સાથે વિજયાદશમીની ઉજવણી કરી.આ પ્રસંગે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે શસ્ત્ર પૂજા કરી હતી.તેમના સંબોધન દરમિયાન, તેમણે કહ્યું કે જો ભારતના હિતોની વાત આવે છે, તો અમે કોઈ મોટું પગલું ઉઠાવતા ખચકાઇશું નહીં.
-> આપણી વિશાળ સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક :- સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, “હું તમને બધાને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં શાસ્ત્રો અને શસ્ત્રો બંનેની પૂજા કરવામાં આવે છે. એવું લાગે છે કે લોખંડ અને લાકડાની બનેલી વસ્તુઓની પૂજા કરવી એ એક ભૂલ છે.” પરંતુ વાસ્તવમાં, તે આપણી વિશાળ સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક છે જેમાં આપણે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા અને પછી તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
-> આ માનવતાની જીત છે :- આ દરમિયાન તેમણે કહ્યું કે વિજયાદશમીના દિવસે ભગવાન રામે જે વિજય મેળવ્યો તે માત્ર તેમનો જ નહીં, પરંતુ સમગ્ર માનવતાનો વિજય કહેવાય છે. વિદ્વાન હોવા છતાં રાવણ દુષ્ટતાનું પ્રતિક હતો. ભગવાન રામને રાવણ સાથે કોઈ અંગત દુશ્મની નહોતી. તેમણે રાવણને માર્યો કારણ કે તે માનવતા માટે જરૂરી હતું.
-> કોઈ મોટું પગલું ભરવાથી પાછળ હટશે નહીં :- સંરક્ષણ મંત્રીએ કહ્યું, “અમે ક્યારેય કોઈ દેશ સાથે યુદ્ધ નથી કર્યું.(યુદ્ધની પહેલ નથી કરી) જ્યારે માનવીય મૂલ્યો વિરુદ્ધ યુદ્ધ છેડાયું ત્યારે જ અમે યુદ્ધ કર્યું છે. જો અમે અમારા હિત પર હુમલો થતો જોઈશું તો અમે કોઈ મોટું પગલું ઉઠાવતા પીછેહઠ નહીં કરીએ.” તેમણે આગળ કહ્યું, ‘પડોશીઓની કોઈપણ કાર્યવાહીને નકારી શકાય નહીં. વૈશ્વિક પરિસ્થિતિ ગમે તે હોય, આપણે હંમેશા તૈયાર રહેવું પડશે.”