Dark Mode
Image
  • Sunday, 19 May 2024

વ્રત રેસીપી : ખિચડી અને ખીર બાદ બનાવો સાબુદાણાની બરફી, વ્રત માટેની આ સ્પેશિયલ મીઠાઈ સૌને ભાવશે

વ્રત રેસીપી : ખિચડી અને ખીર બાદ બનાવો સાબુદાણાની બરફી, વ્રત માટેની આ સ્પેશિયલ મીઠાઈ સૌને ભાવશે

-- સાબુદાણામાં ફાઈબર, આયર્ન,પોટેશિયમ, કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે :

 

શારદીય નવરાત્રિ ચાલુ છે અને આ દરમિયાન ભક્તો નવ દિવસના ઉપવાસ પણ રાખે છે.ઉપવાસમાં એનર્જી જળવાય એ પણ જરૂરી છે. એટલે જ કેટલાંક લોકો દરરોજ અલગ-અલગ વાનગીઓ બનાવવાનું પસંદ કરે છે. ઉપવાસ દરમિયાનકુટ્ટુ, શિંગોડાઉપરાંત સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે સાબુદાણા. તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાંથી લોકોને સાબુદાણાની ખીચડી અને ખીરસૌથી વધુ પ્રિય છે. સાબુદાણાને સુપરફૂડ કહેવામાં આવે છે.

કારણકે તે ખાવાથી શરીરને એનર્જી મળે છે અને ઉપવાસ દરમિયાન વારંવાર લાગતી ભૂખને પણ કંટ્રોલ કરી શકાય છે.સાબુદાણામાં ફાઈબર, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જોકે, સતત નવ દિવસ સુધી ખીચડી કે ખીર ખાવી શક્ય નથી. એટલે જ આજે અમે તમને સાબુદાણામાંથી સ્વાદિષ્ટ બરફી કેવી રીતે બનાવવી તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

-- સાબુદાણા બરફી બનાવવા માટેની સામગ્રી :

- સાબુદાણા - 1 વાટકી

- ખાંડ - 2 ચમચી

- દૂધ - 2 ચમચી

- ઘી - 1 ચમચી

- નારિયેળની છીણ - 1 ચમચી

- એલચી પાવડર - 1/4 ચમચી

- કાજુ-બદામ 1 ચમચી

- પિસ્તા ઝીણા સમારેલા

 

-- સાબુદાણાની બરફી બનાવવાની રીત :- સૌપ્રથમ સાબુદાણાને રોસ્ટ કરી લો. ધ્યાન રાખો કે તેને તેલ અને ઘી વગર રોસ્ટ કરવાના છે :

 

- સાબુદાણા સારી રીતે રોસ્ટ થયા બાદ ગેસ બંધ કરીને તેને થોડાઠંડા થવા દો.

- હવે સાબુદાણાને મિક્સરમાં બારીક પીસી લો.

- બરફીમાં ખાંડનો ઉપયોગ પણપાવડરના રૂપમાં કરવો જોઈએ, તેનાથી તેને

સારું ટેક્સચર મળે છે. હવે એક બાઉલમાં સાબુદાણાનો પાઉડર, દળેલી ખાંડ, મિલ્ક પાઉડર, નારિયેળનું છીણ લો અને ધીમે ધીમે દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરો.

- આ સાથે તેમાં એલચી પાવડર પણ નાખો. તમે મિલ્ક પાવડર અને દૂધને બદલે કોકોનટ અથવા બદામનું દૂધ પણ વાપરી શકો છે.

- એક પ્લેટમાં ઘી લગાવો અને આ મિશ્રણને સારી રીતે ફેલાવો. થોડીવાર સેટ થવા માટે છોડી દો.

- 10-15 મિનિટ પછી તેને છરીની મદદથી બરફીના આકારમાં કાપી લો. ઉપર ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો.તૈયાર છે સાબુદાણાની ટેસ્ટી બરફી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!