Dark Mode
Image
  • Saturday, 27 April 2024
જામનગર નજીક લાખા બાવળ પાસે આવેલી સેવન સીઝન રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર મોડી રાત્રે એલસીબીનો દરોડો

જામનગર નજીક લાખા બાવળ પાસે આવેલી સેવન સીઝન રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર મોડી રાત્રે એલસીબીનો દરોડો


- પોરબંદર, જામજોધપુર, ઉપલેટા થી જુગાર રમવા આવેલા એક મહિલા સહિતના 9 શખ્સોની અટકાયત

- પોલીસે રિસોર્ટમાંથી રોકડ રકમ વાહન સહિત 9.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

 - પોરબંદર- જામજોધપુર પંથકના અન્ય છ જુગારીયા તત્વો ભાગી છૂટ્યા હોવાથી ફરારી જાહેર કરાયા

જામનગર,તા.8 જુલાઈ 2023,શનિવાર

જામનગરની ભાગોળે લાખાબાવળ પાસે આવેલા સેવન સીઝન રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે મોડી રાત્રે એલસીબી ત્રાટકી હતી, અને પોરબંદરના એક શખ્સ દ્વારા રૂમ ભાડે રાખીને જુગારધામ ચલાવતું હોવાથી પોલીસે પોરબંદર, જામજોધપુર, ઉપલેટા પંથકના એક મહિલા સહિતના 9 આરોપીઓને ઝડપી લીધા છે, અને રૂપિયા 9.24 લાખની માલમતા કબજે કરી છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાખાબાવળના પાટીયા પાસે આવેલા સેવન સીઝન રિસોર્ટમાં પોરબંદરનો કુખ્યાત રાજન નાગાજણભાઈ ઓડેદરા કે જે રૂમ ભાડે રાખીને જુગારધામ ચલાવી રહ્યો છે, તેવી બાતમીના આધારે એલ.સી.બીએ દરોડો પાડયો હતો, અને રિસોર્ટમાં ભારે નાસ ભાગ થઈ ગઈ હતી.

એલસીબીની ટીમે બનાવના સ્થળેથી પોરબંદરના રાજન નાગાજણભાઈ ઓડેદરા, ઉપરાંત ભાવપરા ગામના દેવશીભાઈ લાખણશીભાઈ ઓડેદરા, પોરબંદરના પોપટભાઈ ભીમાભાઇ ઓડેદરા, તેમજ દિલીપ હમીરભાઈ મોઢવાડિયા, જામજોધપુરના પ્રતીક રમેશભાઈ જોષી, અને વિરેન્દ્ર રાણસીભાઈ ધારાણી, ઉપરાંત પોરબંદરના હરદાસ નાગાજણભાઈ ઓડોદરા, જામજોધપુરના દિલીપ પ્રભાશંકરભાઈ વ્યાસ, તેમજ ઉપલેટા ના ખાખીજાળિયા ગામની મધુબેન પુનાભાઈ સુવા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ, વાહન વગેરે સહિત નવ લાખ ચોવીસ હજાર નવસોની માલમતા કબજે કરી હતી.

 ઉપરોક્ત દરોડા સમયે કુતિયાણાનો ભાયાભાઈ ઓડેદરા, બોખીરાનો અજયભાઈ ખુંટી, કુતિયાણાના કોટડા ગામનો ભીમભાઇ ઓડેદરા, જામજોધપુરનો ગુલાબભાઈ વ્યાસ, અને મુન્નાભાઈ ઉર્ફે ચિત્તો પટેલ તેમજ સેવન સીઝન બુક કરાવનાર સચિનભાઈ પીપરીયા વગેરેને ફરારી જાહેર કરાયા છે. આ હાઈ પ્રોફાઈલ દરોડાને લઈને શહેરભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!