Dark Mode
Image
  • Wednesday, 08 May 2024

નવરાત્રિનો દિવસ 9 : માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે નવરાત્રિનો છેલ્લો દિવસ, મહાનવમીએ ધરાવો આ ભોગ

નવરાત્રિનો દિવસ 9 : માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે નવરાત્રિનો છેલ્લો દિવસ, મહાનવમીએ ધરાવો આ ભોગ

-- આજે શારદીય નવરાત્રિનો છેલ્લો દિવસ છે.નવમા નોરતે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે :

 

આ દિવસોમાં શારદીય નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. માતાની ભક્તિમાં લીન થયા બાદ ભક્તો ઉમંગ અને ઉત્સાહભેર ગરબા રમીને તહેવારને મનભરીને માણી રહ્યાં છે. આ તહેવારમાં લોકો 9 દિવસ સુધી મા દુર્ગાની પૂજા કરે છે. શારદીય નવરાત્રિનો છેલ્લો દિવસ આજે23 ઓક્ટોબરે છે.આ દિવસે મા દુર્ગાના નવમા સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. વિધિ-વિધાન અનુસાર માતાની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી સંપૂર્ણ દેવીઓની પૂજાનું ફળ મળે છે.મહાનવમી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


-- મા સિદ્ધિદાત્રીને પ્રિય છે રીંગણી રંગ :

 

માતા સિદ્ધિદાત્રીનું વાહન સિંહ છે. માતા કમળ પર વિરાજમાન છે. માતાએ પોતાના હાથમાં કમળ, ગદા, સુદર્શન ચક્ર અને શંખ ધારણ કર્યા છે. તેમને માતા સરસ્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. માતાને રીંગણીકલર બહુ ગમે છે. એટલે આજે જ્યારે તમે દેવીની પૂજા કરો ત્યારે તેમને પ્રસન્ન કરવા રીંગણી અથવા જાંબલી રંગની વસ્તુઓનો ઉપયોગ કરો. આ રંગ આધ્યાત્મનું પ્રતીક છે.

 

-- માતા સિદ્ધિદાત્રીને ધરાવો તલનો ભોગ :

જો માતા સિદ્ધિદાત્રીને ચડાવવામાં આવતા ભોગની વાત કરીએ તો, નવમા દિવસે માતાને હલવો, પુરી, કાળા ચણા, મોસમી ફળ, ખીર અને નારિયેળ અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત, એવું માનવામાં આવે છે કે માતા સિદ્ધિદાત્રીને તલનો ભોગ ધરાવવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે.આ માટે તમે માતાને તલના લાડુ બનાવીને અર્પણ કરી શકો છો.

 

( તલના લાડુ બનાવવા માટેની સામગ્રી )

 

 

(1) એક કપ તલ

(2) અડધો કપ ગોળ

(3) 1ચમચી ઘી

(4) 1ચમચી એલચી પાવડર

 

-- તલના લાડુ બનાવવાની રીત :

 

 

(1) સૌપ્રથમ એક પેનને ગરમ કરી તેમાં તલ નાખીને શેકી લો.

(2) હવે તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.

(3) હવે બીજી કડાઈમાં પાણી ગરમ કરો, તેમાં ગોળનો ટુકડો ઉમેરો.

(4) તેને સંપૂર્ણપણે ઓગળવા દો, હવે તેમાં એલચી પાવડર ઉમેરો.

(5) મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

(6) હવે તેમાં તલ ઉમેરો અને આ મિશ્રણમાંથી લાડુ તૈયાર કરો.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!