Dark Mode
Image
  • Monday, 20 May 2024

નવરાત્રી 2023: જાણો નવરાત્રીના સાતમાં દિવસે કેવી રીતે કરશો માં કાલરાત્રિની પૂજા?

નવરાત્રી 2023: જાણો નવરાત્રીના સાતમાં દિવસે કેવી રીતે કરશો માં કાલરાત્રિની પૂજા?

નવરાત્રિનો પાવન તહેવાર શરુ થઈ ગયો છે. આદ્યશક્તિ જગદંબિકા ના 9 સ્વરૂપોનું પૂજન નવરાત્રીમાં થાય છે. હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે માં કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. નવરાત્રિના સાતમાં નોરતે માતા કાલરાત્રિની પૂજા કરવામા આવે છે. 

 

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે.

 

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી "શુભંકરી" તરીકે પણ ઓળખાય છે.

 

 

નવરાત્રિના સાતમાં દિવસની માતા એટલે કે માં કાલરાત્રિ

 

માતા કાલરાત્રિ નું પૂજન નવદુર્ગાના સાતમા સ્વરૂપ તરીકે થાય છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ખૂબ જ ભયંકર છે. માતાનું રૂપ કાળા કલરનું અને ચણકતું છે જીભ લાલ લાલ અલગ જ દેખાય છે. મોઢામાંથી અગ્નિની જ્વાળા નીકળતી હોય છે આંખોનો તેજ પણ આપણી આંખો આજી નાખે તેવો હોય છે છતાં પણ આ માતાને શુભંકરી કહેવામાં આવે છે.

 

યોગીઓ માતાના દર્શન સહસ્ત્રાહાર ચક્રમાં કરતા હોય છે. સહસ્ત્રાધાર ચક્ર એટલે સિદ્ધિની પરાકાષ્ઠા જ્યારે તમે કુંડલની જાગૃત કરો છો ત્યારે આ માતા સહસ્ત્રધાર ચક્રને ખોલે છે અને મોક્ષનો દ્વાર પણ ખોલે છે જ્યારે તમને કોઈપણ નવી જાગૃતિ આવે અથવા કોઈ નવું કામ થાય સીધી મળવાની શરૂઆત થાય ત્યારે આ પરિસ્થિતિ બને છે.

 

 

કાલરાત્રિ માતાનું વાહન ગધેડો છે. માતાના હાથમાં ખડક છે. તેણે અભય મુદ્રા રાખેલી છે એટલે આપણને ડરવાની જરૂર નથી એવો સંદેશો આપે છે. માં કાલરાત્રિ ને ચાર હાથ છે એક હાથમાં કમળ એકમાં અફે મુદ્રા એક હાથમાં ખડક છે. માં કાલરાત્રી ને ત્રણ આંખો છે.

માં કાલરાત્રી કી અનુકંપા થી કોઈની ક્રિયાઓ તંત્ર મંત્ર અથવા કોઈપણ બાધા હોય તત્કાળ દૂર થાય છે. માથાના વિકાર ખુનને કમી કેન્સર કમળો જેવા રોગોને આ માતા દૂર કરે છે તેની આરાધના થી ફાયદો થાય છે
માતાને ભોગમાં પ્રસાદ કાળા તલના લાડુ ગોળ ઘી સાકર કેસર મિસ્ત્રી તો દૂધ પંચમેવા અને પાંચ ફળ લગાવવામાં આવે છે. મા કાલરાત્રિની મૂડ ઔષધી નાગ કેસર છે

 

જાણો કેવી રીતે કરશો માતાનું પૂજન

 

પ્રથમ માતાનો આવાહન કરો. ત્યારબાદ માતાને પાદ્ય અર્ઘ્ય અને આચમન આપો. ત્યારબાદ સ્નાન કરાવવું. પછી પંચામૃત સ્નાન કરાવો. ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરો. ત્યારબાદ માતાને વસ્ત્ર પહેરાવો. પછી ચંદન કુમકુમ લગાવો પુષ્પ ચડાવો. અક્ષત ચડાવો. અબીલ ગુલાલ સિંદૂર હળદર છાંટો. થાળ ધરાવો.


માતાને ધૂપ દીપ અને નૈવેદ્ય આપો. અંત માં આરતી કરવી. પુષ્પાંજલિ આપી મંત્રજાપ કે પથ કરવા. છેલ્લે માતાને ક્ષમા પ્રાર્થના કરી પગે લાગી વીંટી કરવી અને નૃત્ય કરવું આ રીતે રોજે રોજ નવ દિવસ માતાઓ નું પૂજન કરવું.

 

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!