Dark Mode
Image
  • Wednesday, 08 May 2024

નવરાત્રી 2023: આજે આઠમા નોરતે માં મહાગૌરીને અર્પણ કરો નાળિયેરની આ વાનગીઓ, એકદમ સરળ છે રેસિપી

નવરાત્રી 2023: આજે આઠમા નોરતે માં મહાગૌરીને અર્પણ કરો નાળિયેરની આ વાનગીઓ, એકદમ સરળ છે રેસિપી

અષ્ટમીના દિવસે માતા મહાગૌરીને નારિયેળ ચઢાવવાની પરંપરા છે કારણકે તેમનો પ્રિય ભોગ નારિયેળ છે. માતાનું આઠમું રૂપ મહાગૌરી ખૂબ જ શાંત છે. માતા મહાગૌરીએ નાળિયેરથી બનેલી મીઠાઈનું ભોગ લગાવો જોઈએ.

 

શારદીય નવરાત્રિનો ઉત્સાહ ચરમસીમાએ છે. આજે આઠમા નોરતે મા દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મા મહાગૌરીને સફેદ રંગ પ્રિય છે. મહાગૌરીને શિવા નામથી પણ ઓળખવામાં આવે છે. જે પણ ભક્ત દેવી મહાગૌરીની પૂજા કરે છે તેના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે.

 

 

માં મહાગૌરીને પ્રિય છે નારિયેળ

 

મા દુર્ગાનું આઠમું સ્વરૂપ મા મહાગૌરીને મોગરાનું ફૂલ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં સાધકે આ દિવસે માતાના ચરણોમાં આ ફૂલ અર્પણ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના દરેક સ્વરૂપને અલગ-અલગ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે. અષ્ટમીના દિવસે માતા મહાગૌરીને નારિયેળ ચઢાવવાની પરંપરા છે કારણકે તેમનો પ્રિય ભોગ નારિયેળ છે. તમે આજના દિવસે મા મહાગૌરીને કોકોનટ બરફી અથવા નાળિયેરમાંથી લાડુ બનાવીને અર્પણ કરી શકો છો.

 

નાળિયેર બરફી બનાવવા માટેની સામગ્રી

 

  • 4 કપ નાળિયેર
  • 3 કપ ખાંડ
  • જરૂર મુજબ ઘી
  • અડધો કપ ખોયા

 

 

નાળિયેર બરફી બનાવવાની રીત

 

  • સૌ પ્રથમ ખાંડ અને પાણી મિક્સ કરીને ચાસણી તૈયાર કરો.
  • ચાસણીમાં સૂકું નાળિયેર ઉમેરો અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો.
  • હવે તેને પકાવો, આ સમય દરમિયાન ખોયા ઉમેરો.
  • આ મિશ્રણને સતત હલાવતા રહો
  • જ્યારે તે કડાઈ છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
  • હવે એક પ્લેટમાં ઘી લગાવો.
  • તેમાં નારિયેળનું મિશ્રણ સારી રીતે ફેલાવો.
  • હવે તેને બરફીના આકારમાં કાપી લો.

 

નારિયેળ તલના લાડુ

 

એક કડાઈમાં તલને બે મિનિટ શેકી લો અને બહાર કાઢી લો. પછી છીણેલું નાળિયેર શેકી લો. તલને મિક્સરમાં પીસીને બારીક સમારેલી ખજૂર સાથે મિક્સ કરો. હવે તેમાં શેકેલું નાળિયેર ઉમેરો. આ મિશ્રણમાંથી ગોળ લાડુ તૈયાર કરો.

 

 

નારિયેળ અને ગોળના લાડુ

 

બે કપ નાળિયેર અને 200 ગ્રામ ગોળને છીણી લો. એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં નારિયેળ અને ગોળ શેકી લો. જ્યારે આ મિશ્રણ ચીકણું થઈ જાય, તો આગ બંધ કરો અને તેને થોડું ઠંડુ કરો. હવે આ મિશ્રણમાંથી ગોળ લાડુ બનાવો અને તેને પ્લેટમાં ઠંડા કરો.

 

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!