મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. શહેરનું વાતાવરણ ઝેરી બનતું જોઈને દિલ્હી સરકારે હવે વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લીધો છે. આ અંગે માહિતી આપતાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે લખ્યું કે પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે 50 ટકા સરકારી કર્મચારીઓ પાસે ઘરેથી કામ કરાવવાનો નિર્ણય લીધો છે.
-> દિલ્હીની હવામાં ઝેર ભળ્યું :- દિલ્હીની હવા દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ દિલ્હીનું વાતાવરણ વધુ ઝેરી બની રહ્યું છે. શહેરની ઝેરી હવાના કારણે લોકોના આરોગ્ય પર પણ નકારાત્મક અસર પડી રહી છે. દિલ્હીમાં AQI છેલ્લા 8 દિવસથી ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. દિલ્હીના 38 જેટલા એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન્સ પૈકી 12 સ્ટેનન્સ પર AQI 450 કરતા વધારે નોંધાયો છે, જે ખુબજ ગંભીર કહી શકાય
મંગળવારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે રહેવા સાથે, દિલ્હી સરકારે શહેરમાં કૃત્રિમ વરસાદ પર ભાર મૂક્યો અને સામાન્ય જીવનને અસર કરતી આ કટોકટીનો અસરકારક રીતે સામનો કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપની માંગ કરી. દિલ્હીની હવાની ગુણવત્તામાં આજે થોડો સુધારો જોવા મળ્યો છે પરંતુ હવાની ગુણવત્તા સૂચકાંક હજુ પણ નબળા સ્તરે છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કેન્દ્રને પરિસ્થિતિનો સામનો કરવા અને રાષ્ટ્રીય રાજધાનીમાં કૃત્રિમ વરસાદને મંજૂરી આપવા માટે તાત્કાલિક બેઠક બોલાવવા વિનંતી કરી હતી