આરોપોને લઇને કેનેડા ફરીએકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું, ટ્રુડોએ સ્વીકાર્યુ કોઇ પૂરાવા નથી
બુલેટિન ઈંડિયા ગાંધીનગર : PMJAY (આયુષ્માન ભારત યોજના) હેઠળ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે અધિકૃત સુવિધાઓની યાદીમાંથી રાજ્યની સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેમાં ત્રણ અમદાવાદના છે, અને એક-એક સુરત, વડોદરા, રાજકોટ, અને ગીર સોમનાથના છે.સસ્પેન્ડ કરવામાં આવેલી હોસ્પિટલોમાં અમદાવાદની નરીત્વ હોસ્પિટલ.
શિવ હોસ્પિટલ અને ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ, ગીર સોમનાથની જીવન જ્યોત હોસ્પિટલ અને વડોદરા અને સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ડો.હિરેન મશરૂ (બાળરોગ ચિકિત્સક), ડો.કેતન કાલરિયા (રેડિયેશન ઓન્કોલોજિસ્ટ), ડો.મિહિર શાહ (સર્જિકલ ઓન્કોલોજિસ્ટ) અને ડો.પ્રશાંત વઝિરાની.
(કાર્ડિયોલોજિસ્ટ) જેવા નિષ્ણાત તબીબોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સત્તાવાળાઓ તરફથી આ કાર્યવાહી પીએમજેએવાય (આયુષ્યમાન ભારત યોજના)માંથી પૈસા કમાવવા માટે કથિત રીતે ખયાતી હોસ્પિટલમાં ડો.પ્રશાંત વઝિરાનીએ તેમના પર બિનજરૂરી એન્જીયોપ્લાસ્ટી કર્યા બાદ મૃત્યુ પામેલા બે દર્દીઓના મોત બાદ કરવામાં આવી છે.