જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડશો નહીં , શરદ પવારની ઉમેદવારોને સલાહ
સુપ્રિમ કોર્ટે આજે બુલડોઝર એક્શન પર સુનાવણી દરમિયાન મોટી ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે સરકારની શકિતનો દુરૂપયોગ ન થઇ શકે. ન્યાયમૂર્તિ ગવઈએ કવિ પ્રદિપની એક કવિતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે “ઘર એક એસા સપના હે, જો કભી તૂટ નથી શકતા” ન્યાયમૂર્તિએ આગળ કહ્યું કે ગુનાની સજા ઘરની તોડફોડ ન હોઈ શકે. ગુનાનો આરોપ અથવા દોષી થવામાં ઘરની તોડફોડનો આધાર ન હોઈ શકે.સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિએ કહ્યું, “આપણે તમામ દલીલોને સાંભળી છે. લોકતંત્રના સિદ્ધાંતો પર વિચાર કર્યો છે. ન્યાયના સિદ્ધાંતો પર વિચાર કર્યો છે. ઈંદિરા ગાંધી વિરૂદ્ધ રાજનારાયણ, ન્યાયમૂર્તિ પુત્તસ્વામી જેવા ચુકાદામાં નક્કી થયેલા સિદ્ધાંતો પર વિચાર કર્યો છે. સરકારની જવાબદારી છે કે કાયદાનું શાસન રહે, પરંતુ આ સાથે નાગરિક હકોથી રક્ષા કરવી પણ સંવિધાનિક લોકશાહીમાં જરૂરી છે.”
-> ગુનામાં આરોપીઓને પણ સંવિધાન કેટલાક અધિકાર આપે છે :- ન્યાયમૂર્તિએ આગળ કહ્યું, “લોકોને એ સમજવું જોઈએ કે તેમના અધિકારો આ રીતે છીનવી ન શકાય. સરકારની શક્તિનો દુરૂપયોગ ન થઈ શકે. આપણે વિચાર કર્યો કે શું આપણે માર્ગદર્શિકા જારી કરીએ. વગર મુકદમે આ રીતે મકાન પાડીને કોઈને સજા આપી શકાય નહીં . અમારો નિષ્કર્ષ એ છે કે જો પ્રશાસન મનમાની રીતે ઘરો તોડે છે, તો અધિકારીઓને એ માટે જવાબદાર બનાવવા પડશે. ગુનામાં આરોપીઓ ને પણ સંવિધાન કેટલાક અધિકાર આપે છે. કોઈને પણ કેસ કર્યા વિના દોષી ગણાવી શકાય નહીં “
-> પ્રશાસન ન્યાયમૂર્તિ બની શકતો નથી :- જજે સુનાવણી દરમિયાન કહ્યું, દેશમાં ‘માઈટ વોઝ રાઈટ’ નો સિદ્ધાંત ચાલી શકે નહીં. ગુનાના માટે સજા આપવી ન્યાયાલયનું કામ છે. નીચલી અદાલતમાંથી મળેલી ફાંસીની સજા પણ ત્યારે જ લાગુ પડી શકે છે, જયારે હાઈ કોર્ટે તેની પુષ્ટિ કરે છે. અનુચ્છેદ 21 (જીવનના અધિકાર) હેઠળ છત હોવું પણ એક અધિકાર છે.”