ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના નાગરિકોને “ઘુસણખોર”કહીને દેશ છોડવાની માંગ કરી
શેકેલા ચણા આપણા આહારમાં સામેલ કરવા માટેના સૌથી આરોગ્યપ્રદ નાસ્તામાંનો એક છે. પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ નાના ચણા માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આપણા સ્વાસ્થ્ય માટે વરદાન છે. જો તમે દરરોજ તમારા આહારમાં શેકેલા ચણાનો સમાવેશ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે.
-> પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત :- શેકેલા ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આપણા શરીરના વિકાસ માટે, સ્નાયુઓની મજબૂતી અને આપણને ઊર્જાવાન રાખવા માટે પ્રોટીન જરૂરી છે. જેઓ શાકાહારી છે તેમના માટે શેકેલા ચણા એ એક ઉત્તમ પ્રોટીન વિકલ્પ છે. રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન મળે છે.
-> શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત :- શેકેલા ચણા આયર્નનો સારો સ્ત્રોત છે, જે આપણા શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. આયર્નની ઉણપ થાક અને નબળાઈનું કારણ બને છે. રોજ શેકેલા ચણા ખાવાથી શરીરને જરૂરી આયર્ન મળે છે.
-> વજન ઘટાડવામાં મદદરૂપ :- શેકેલા ચણા વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખ ઓછી કરે છે. આમ, વધુ પડતી કેલરી ઉમેર્યા વિના, શેકેલા ચણા વજન ઘટાડવામાં મદદરૂપ છે. જેઓ વજન ઘટાડવા માટે હેલ્ધી સ્નેક્સ શોધી રહ્યા છે તેમના માટે આ એક સારો વિકલ્પ છે.શેકેલા ચણા એક સસ્તો, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ વિકલ્પ છે જેને તમારા આહારમાં સરળતાથી સામેલ કરી શકાય છે. તેમના નિયમિત સેવનથી તમારું સ્વાસ્થ્ય તો સારું રહેશે જ સાથે સાથે તમને ઘણી બીમારીઓથી પણ બચાવશે.