ગુજરાત ATS, NCB અને નેવીએ પોરબંદરથી ઇરાનના જહાજમાંથી 700 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું
કેનેડાની પોલીસે બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પર હુમલો અને હિન્દુઓને માર મારવાના કેસમાં પ્રથમ મોટી કાર્યવાહી કરી છે. આ મામલામાં પીલ રિજનલ પોલીસ ઓફિસર સાર્જન્ટ હરિન્દર સોહીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હરિન્દર હુમલાને અંજામ આપનારા ખાલિસ્તાન તરફી જૂથો સાથે ભાગ લેતો જોવા મળ્યો હતો.
રવિવારે હિન્દુ સભા મંદિરમાં વિરોધ પ્રદર્શનના વીડિયોમાં તેની ઓળખ થઈ હતી. સાર્જન્ટ હરિન્દર સોહી હાથમાં ખાલિસ્તાનના ધ્વજ સાથે કેમેરામાં કેદ થયા હતા, આ સમયે વિરોધમાં અન્ય લોકો ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.
વિડીયોમાં ઓળખ બાદ કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ, તેમના સસ્પેન્શન પછી, 18-વર્ષના અનુભવી હરિન્દર સોહીને સોશિયલ મીડિયા પર કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જેના પગલે પીલ પ્રાદેશિક પોલીસ એસોસિએશને તેમને સહાય અને રક્ષણની ઓફર કરી છે. પીલ પોલીસના પ્રવક્તા રિચાર્ડ ચિને જણાવ્યું હતું કે, “અમે સોશિયલ મીડિયા પર ફરતા એક વિડિયોથી વાકેફ છીએ જેમાં એક ઑફ-ડ્યુટી પીલ પોલીસ અધિકારી પ્રદર્શનમાં સામેલ હોય છે. ત્યારથી આ અધિકારી પર કમ્યુનિટી સેફ્ટી એન્ડ પોલીસિંગ એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. વીડિયોમાં દર્શાવવામાં આવેલા સંજોગોની તપાસ કરી રહ્યા છીએ અને જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ માહિતી આપવા માટે અસમર્થ છીએ.”
દેખાવો પર નજર રાખવા માટે અધિકારી તૈનાત કરવાની તૈયારી
દરમિયાન, પીલ પ્રાદેશિક પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ અધિકારીઓને તૈનાત કરીને આયોજિત વિરોધ “શાંતિપૂર્ણ અને કાયદેસર” છે કેમ તેની ખાતરી કરવા પગલાં લઈ રહ્યા છે. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા પીલ પ્રાદેશિક પોલીસે લખ્યું, “આયોજિત પ્રદર્શનમાં શાંતિ અને કાયદેસરતા સુનિશ્ચિત કરવા અધિકારીઓને તૈનાત કરવામાં આવશે. હિંસા અને અન્ય ગુનાહિત કૃત્યોને અમારા સમુદાયમાં કોઈ સ્થાન નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.