ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના નાગરિકોને “ઘુસણખોર”કહીને દેશ છોડવાની માંગ કરી
મહારાષ્ટ્રમાં MNS સુપ્રીમો ભાજપ-શિવેસેનાનો ખેલ બગાડવાના મૂડમાં જણાઇ રહ્યા છે.. રાજઠાકરેએ મુંબઇની 36 વિધાનસભા બેઠકો પૈકી 25 જેટલી સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેમાંથી 12 ભાજપના ઉમેદવારો સામે અને 10 શિવસેના સામે છે. આ વાત એટલા માટે મહત્વની છે કારણ કે થોડા મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં MNSએ એકપણ ઉમેદવાર ઉતાર્યો ન હતો. તેણે ખુલ્લેઆમ એનડીએ અને પીએમ નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની વાત કરી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની સીવડી બેઠક એવી છે જ્યાં મહાયુતિએ પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી. અહીંથી MNS ઉમેદવાર મેદાનમાં છે. આ રીતે મહાયુતિએ મુંબઈમાં મનસેને એક સીટ આપી છે પરંતુ તે તેનાથી સંતુષ્ટ નથી. આવી સ્થિતિમાં હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે MNS મુંબઈ બેઠકો પર સત્તાધારી ગઠબંધનના મતો કાપવાનું કામ કરશે.
મુંબઈની માહિમ અને વરલી સીટ પર વિવાદ વધુ ઘેરો બન્યો છે. MNS ચીફ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પોતે માહિમથી ચૂંટણી મેદાનમાં છે. તેમની ટક્કર શિવસેનાના સદા સર્વાંકર સાથે થશે.
એ જ રીતે, વરલીમાં, MNS ઉમેદવાર સંદીપ દેશપાંડે શિવસેનાના ઉદ્ધવ જૂથના આદિત્ય ઠાકરે અને શિવસેના શિંદે જૂથના મિલિંદ દેવરાને ટક્કર આપી રહ્યા છે.
જો કે MNSએ શહેરની મોટાભાગની બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે, પરંતુ તેણે ભાજપના કેટલાક મોટા નેતાઓ સામે ઉમેદવારો ઉભા રાખ્યા નથી. જેમાં કોલાબાથી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર, બાંદ્રા પશ્ચિમથી મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલાર, મુલુંડથી મિહિર કોટેચાના નામ સામેલ છે. હવે જોવાનું એ રહે છે કે સોમવારે મનસેના ઉમેદવારો પોતાના નામ પાછા ખેંચે છે કે નહીં. જો તેઓ તેમના નામ પાછા નહીં ખેંચે તો તેઓ ભાજપ-શિવસેના ગઠબંધનને નુકસાન પહોંચાડશે. મુંબઈમાં કેટલીક સીટો પર MNSની સારી પકડ છે. આવી સ્થિતિમાં, સંપૂર્ણપણે દ્વિમુખી ચૂંટણીમાં, MNS મહાયુતિની રમત બગાડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે