પાકિસ્તાન હોત તો લોટ માટે કતારમાં હોત,પેટ ભરેલું છે એટલે ઓરંગજેબ બાપ લાગે છેઃ આર.પી.સિંહ
ભારતીય વાયુસેનાએ આ સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ્સને અપગ્રેડ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. IIT-Bombayની મદદથી SU-30MKI જેટને અપગ્રેડ કરવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં તેના નાણાકીય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ બેચમાં 84 સુખોઈ એરક્રાફ્ટને AI થી સજ્જ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સરકાર સુખોઈ એરક્રાફ્ટને અમુક હદ સુધી રાફેલ જેવા આધુનિક એરક્રાફ્ટની તર્જ પર અપગ્રેડ કરવાની યોજના ધરાવે છે.
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે 84 SU-30ને અપગ્રેડ કરવાની પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. ભારતીય વાયુસેના પાસે 259 Su-30MKI નો કાફલો છે. પૂર્વ IAF ચીફ એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ અગાઉ કહ્યું હતું કે 84 જેટમાં 51 સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે, જેમાંથી 78% સ્વદેશી સામગ્રી હશે. Su-30 આવનારા સમયમાં IAF ના લડાયક દળનો મુખ્ય ભાગ હશે અને 2055 પછી પણ સેવામાં રહેશે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે મોટા ભાગનું અપગ્રેડેશન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવશે. એરફોર્સનું કહેવું છે કે રડાર અને એવિઓનિક્સ સહિત મોટાભાગના અપગ્રેડ સ્વદેશી હશે. અપગ્રેડ કરવાના કુલ જેટની સંખ્યા અંગે અધિકારીએ જણાવ્યું હતું કે જે તે એરક્રાફ્ટના બાકીના જીવનના આધારે તેનું આયોજન કરવામાં આવશે. “
ભારતીય વાયુસેના એન્જિન અને એરક્રાફ્ટના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત જાળવણી, સ્પેર અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અંગે IIT-Bombay સાથે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, લગભગ પાંચથી સાત વર્ષમાં આ કામ શરૂ કરવા જઈ રહી છે. માર્શલ ઓફ એર ઓફિસર મેન્ટેનન્સ સી.આર. મોહને 31 ઓક્ટોબરે તેમની નિવૃત્તિ પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નાણાકીય પાસાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. એકવાર આનો ઉકેલ આવી જશે અને સરકાર તેને અધિકૃત કરશે પછી સુખોઈ એરક્રાફ્ટને અપગ્રેડ કરવાનું કામ શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે