મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : દિવાળીના તહેવારની સાંજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનો ઓછા કલાકો સુધી દોડશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ આજે આ જાહેરાત કરી છે.જીએમઆરસીની નોંધમાં જણાવવામાં આવ્યું છે કે, ‘અત્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20થી રાત્રે 10:00 વાગ્યા સુધી કાર્યરત છે.’
દિવાળી પર્વની ઉજવણી નિમિત્તે, જાહેરમાં ફટાકડા ફોડવા અને મેટ્રો રેલની ઓપરેશનલ સેફ્ટીની સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષા પર તેની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ અન્ય મેટ્રો રેલને પણ ધ્યાનમાં રાખીને, 31.10.2024 ના રોજ એક દિવસ માટે મેટ્રો ટ્રેન સેવાઓનો સમય સવારે 06:20 થી સાંજે 7 વાગ્યા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
‘દરેક કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમ, એપીએમસી, વસ્ત્રાલ ગામ અને થલતેજ જેવા દરેક ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન પ્રસ્થાનનો છેલ્લો સમય સાંજે ૭ વાગ્યાનો રહેશે. મહેરબાની કરીને એ વાતની નોંધ લેશો કે પીએચ-2 કોરિડોરમાં મહેસૂલી કામગીરીનું સમયપત્રક યથાવત્ રહેશે.’