ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના નાગરિકોને “ઘુસણખોર”કહીને દેશ છોડવાની માંગ કરી
-> અજિત પવારની NCP અને ભાજપ વચ્ચે તણાવ વધી ગયો છે.
નવાબ મલિકને ઉમેદવાર બનાવવાને લઇને અજિત પવાર પર આકરા પ્રહારો કરતાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું, ‘નવાબ મલિક આતંકવાદી છે, તેણે દેશના ટુકડા કરવાનો પ્રયાસ કર્યો. તે દાઉદનો એજન્ટ છે. અજિત પવારની એનસીપીએ તેમને ટિકિટ આપીને દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે.સુરેશ કૃષ્ણ પાટીલ (બુલેટ પાટીલ) મહાયુતિમાંથી એકનાથ શિંદે જૂથ શિવસેનાના ઉમેદવાર છે. તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.તમને જણાવી દઈએ કે નવાબ મલિકે મંગળવારે આ સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. આનાથી મહાયુતિની સામે, ખાસ કરીને ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) સામે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે શિવસેનાના પાટીલને મહાયુતિ દ્વારા પહેલા જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
-> આશિષ શેલારે શું કહ્યું? :- ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ આશિષ શેલારે મલિકની ઉમેદવારી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેના થોડા દિવસો પછી મલિકે ઉમેદવારી નોંધાવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે. શેલારે કહ્યું હતું કે, ‘અમે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા કોઈપણને ટિકિટ સ્વીકારીશું નહીં. અમે નવાબ મલિકને સમર્થન નહીં આપીએ અને અમારું સ્ટેન્ડ અલગ હશે.
-> મલિકે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો :- અનુશક્તિ નગરના બે વખતના ધારાસભ્ય નવાબ મલિકે આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેઓ માનખુર્દ શિવાજી નગર વિધાનસભા મતદારક્ષેત્રથી અપક્ષ ઉમેદવાર તરીકે લડશે કારણ કે NCPએ તેમને મહાયુતિ સાથી ભાજપના દબાણને કારણે ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો . ઉમેદવારી નોંધાવ્યા બાદ મલિકે કહ્યું, ‘મેં નક્કી કર્યું હતું કે જો મને મારી પાર્ટી તરફથી નામાંકન પત્ર નહીં મળે તો હું અપક્ષ તરીકે ચૂંટણી લડીશ. મેં બપોરે 2:55 વાગ્યે NCP ઉમેદવાર તરીકે ભર્યું છે.