મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30મી ઓક્ટોબરે તેઓ એકતા નગર, કેવડિયાનો પ્રવાસ ખેડશે અને સાંજે લગભગ 5:30 કલાકે એકતા નગરમાં 280 કરોડ રૂપિયાથી વધુના વિવિધ માળખાગત અને વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યાની આસપાસ તેઓ આરંભ 6.0માં 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે. 31 ઓક્ટોબરના રોજ સવારે 7:15 વાગ્યે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે.
જે પછી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે.પ્રધાનમંત્રી એકતા નગરમાં વિવિધ માળખાગત અને વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓનો અનુભવ વધારવાનો, સુલભતા વધારવાનો અને આ વિસ્તારમાં સ્થિરતાની પહેલને ટેકો આપવાનો છે.પ્રધાનમંત્રી આરંભ 6.0માં રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ 99માં કોમન ફાઉન્ડેશન કોર્સનાં તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.
આ વર્ષના કાર્યક્રમની થીમ “અબતક અને વિકસિત ભારત માટેનો રોડમેપ” છે. 99મો કોમન ફાઉન્ડેશન કોર્સ – આરંભ 6.0 – ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસીસના 653 ઓફિસર તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરનાં રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસની પરેડ નિહાળશે, જેમાં 9 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ પોલીસ.
4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, એનસીસી અને માર્ચિંગ બેન્ડની 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ હશે. ખાસ આકર્ષણોમાં એનએસજીની હેલ માર્ચ ટુકડી, બીએસએફ અને સીઆરપીએફની મહિલાઓ અને પુરુષ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, બીએસએફ દ્વારા ભારતીય માર્શલ આર્ટ્સના સંયોજન પરનો શો, શાળાના બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો, ભારતીય વાયુસેના દ્વારા ‘સૂર્ય કિરણ’ ફ્લાયપાસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.